Abtak Media Google News

અબતક, રાજકોટ

જગતના દરેક ‘પર’થી પરે થઇને જાત સાથે મિત્રતા કરતાં કરતાં જિન બની જવાનો કલ્યાણકારી બોધ પરમધામ સાધના સંકુલના અણુ અણુમાં ગુંજી ઉઠયો હતો. જયારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાનિઘ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વના ભકિતભાવથી સ્વાગત વધામણા લેવામાં આવ્યા હતા.

હ્રદયના ઉલ્લાસ અને શ્રઘ્ધાભાવ સાથે સમગ્ર ભારતના તેમજ વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલીયા, આફ્રિકા, સુદાન, દુબઇ, અબુધાબી, સિંગાપોર, યુગાન્ડા, જર્મની આદિ ૧૦૫ દેશના હજારો ભાવિકો લાઇવના માઘ્યમે જોડાઇને પર્વ પર્યુષણનો મહામંગલકારી બોધ પામી ધન્ય ધન્ય બન્યા હતા.

પર્વાધિરાજ મહાપર્વને સાધના આરાધનાની ફૂલ બહાર સીઝન તરીકે ઓળખાવીને પરમ ગુરુદેવે અંતર ધરાથી પ્રવચનથી ધારા વહાવતા ફરમાવ્યું હતું. કે આ પર્વાધિરાજ પર્વને આપણે પ્રમુ મહાવીર જેવી દ્રઢ અને સ્થિર સાધના કરીને સાર્થક કરી લઇએ.

મૈત્રી અનેક પ્રકારની હોઇ શકે છે. પરંતુ સ્વયંની સ્વયં સાથેની મૈત્રી તે સર્વશ્રેષ્ઠ મૈત્રી હોય છે. પરમાત્મા કહે છે, જગતના દરેક પર થી પર થવું તે સ્વયંના મિત્ર બનવાનો માર્ગ હોય છે. અને જેમણે આત્મમિત્ર બનવું હોય તેમણે પોતાના ઇનરવોઇસને સાંભળવું પડે, જે ઇનરવોઇસને સાંભળે છે તે ઇનરપીસને પામ્યા વિના નથી રહેતાં, જેને સ્વયં સાથે મિત્રતા કરતાં આવડી જાય

પરમાત્મા એના મિત્ર બન્યા વિના નથી રહેતા, આપણે સ્વના મિત્ર બની જઇએ. જગતના સર્વ જીવ સહજપણે આપણાં મિત્ર બની જશે. સ્વયં પણ ડુબે અને આપણને પણ ડુબાડે એવા આ જગતના અનેક મિત્રોની વચ્ચે સ્વયં પણ તરે અને આપણને પણ તારી દે એવા મિત્રની સાથે મિત્રતા  વચ્ચે સ્વય પણ તરે અને આપણને પણ તારી દે એવા મિત્રની સાથે મિત્રતા કરીએ, પર્યુષણના શ્રેષ્ઠ કર્તવ્ય સ્વરુપ સ્વયં સાથે મિત્રતા કરીને આત્મવિશુઘ્ધિ કરતા કરતા પરમ સમાધિ ભાવની અનુભૂતિ કરીએ. અવસરના પ્રારંભમાં ડો. આરતીબાઇ મહાસતીજીએ નમસ્કાર મહામંત્રની આરાધનાની પ્રેરણા આપેલી હતી.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ ૪૯ સંત-સતીજીઓના પરમધામ ચાતુર્માસમાં સમગ્ર ગ્લોબલ પર્યુષણ મહાપર્વના સંઘપતિ રુપે શાસનદીપક ગુરુદેવ પુજય નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી પુજય જય વિજયાજી મહાસતીજીની પરમ ર્સ્મૃતિમાં કવેસ્ટ ફાઉન્ડેશન સાયનનાન ધર્મવત્સલા બીનાબેન અજયભાઇ શેઠની ઉદારભાવના અને સહયોગે લાભ લઇ રહેલા અનેક અનેક ભવ્ય જીવો આજે પરમ ગુરુદેવના શ્રીમુખેથી પર્વાધિરાજના કર્તવ્ય એવા દાનધર્મની પ્રેરણા પામીને પર્વના પ્રથમ દિવસે અબોલ જીવો માટે ચારા પાણી અર્પણ કરવા ઘાટકોપરના ગુરુભકતો એક કરોડ ‚પિયા જાહેર કર્યા હતા. જયારે પાંજરાપોળ સર્જન માટે અઢી કરોડ ‚પિયા જાહેર થયા હતા.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.