Abtak Media Google News

Table of Contents

વહીવટી તંત્રની સર્તકતાના કારણે મોટી ખુંવારીથી બચ્યું સૌરાષ્ટ્ર: અનેક ગામોમાં હજી વરસાદી પાણી ભરેલા હોવાના કારણે સ્થળાંતરીત કરાયેલા લોકો કેમ્પમાં લઈ રહ્યા છે આશરો

Screenshot 2 16

સૌરાષ્ટ્રમાં ગઈકાલે સવારથી બારે મેઘ ખાંગા થયા હતા રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં જાણે આભ ફાટયું હોય તેટલો અનરાધાર વરસાદ વરસ્યો હતો રવિવારે મધરાતથી સોમવાર સાંજ સુધી એકધારા વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. જોકે, સમી સાંજે મેઘરાજાએ સમય રહેતા વિરામ લઈ લેતા સૌરાષ્ટ્ર પરથી જળ પ્રલયનો ખતરો ટળ્યો હતો હજી ગૂરૂવાર સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર સતત એલર્ટ છે. વહીવટી તંત્રની સર્તકતાના કારણે જાનહાની થતી અટકી હતી. સ્થળાંતરીત કરાયેલા સેંકડો લોકો હજી કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે. અનેક ગામોમાં હજી વરસાદના પાણી ભરાયેલા છે. થોડી થોડી વારે ઝાપટા વરસી રહ્યા હોવાના કારણે રાહત અને બચાવ કામગીરી પર અસર પડી રહી છે.

સૌરાષ્ટ્રમાં ગઈકાલે વરૂણ દેવનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતુ રવિવાર મધરાતથી સોમવાર સવાર સુધી ધીમીધારે હેત વરસાવ્યા બાદ સોમવાર સવારથી વરૂણદેવે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ જામનગર અને રાજકોટ જિલ્લામાં 20 થી 25 ઈંચ સુધી વરસાદ વરસી જતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને સંપર્ક વિહોણા બની ગયા હતા.

હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા નજારા જોવા મળ્યા હતા અનેક રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા જામનગર અને રાજકોટ જિલ્લામાં રાહત બચાવ કામગીરી માટે તાત્કાલીક અસરથી કેન્દ્ર સરકાર પાસેથી એનડીઆરએફની પાંચ ટીમો બોલાવવાની ફરજ પડી હતી. રાજકોટમાં ભટીંડાથી ટીમો હવાઈ માર્ગ આવી પહોચી હતી જામનગરમાં નેવીની ટીમ ઉતારવાની ફરજ પડી હતી.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેવા પામ્યું હતુ. જામનગર અને રાજકોટ જિલ્લા પર રિતસર જળ પ્રલયનો ખતરો જળુંબી રહ્યો હતો જોકે બપોરે મેઘરાજાનું જોર ઘટતા લોકો સાથે વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. સમી સાંજથી વરસાદનું જોર ઘટતા રાહત અને બચાવ કામગીરીએ વેગ પકડયો હતો. સમય રહેતા મેઘરાજાએ વિરામલઈ લેતા સૌરાષ્ટ્ર મોટી ખૂંવારીથી ઉગરી ગયું હતુ.

હજી રાજકોટ અને જામનગર જિલ્લાના અનેક ગામોમાં વરસાદના પાણી ભરેલા છે. સ્થળાંતરીત કરાયેલા લોકો રાહત કેમ્પમાં આશરો લઈ રહ્યા છે. વહીવટી તંત્રની જબ્બરદસ્ત સર્તકતાના કારણે ખુંવારી અટકી જવા પામી હતી. હજી ગૂરૂવાર સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોવાના કારણે તંત્ર સતત એલર્ટ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે જામનગર જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કરશે

વરસાદથી થયેલી ખુવારીનું નિરીક્ષણ ર્ક્યા બાદ રાહત બચાવની કામગીરી વેગવંતી બનાવવા અંગે લેવાઈ શકે છે નિર્ણય

નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે 1 વાગ્યે જામનગર જિલ્લામાં જ્યાં અતિભારે વરસાદથી મેઘ તારાજી સર્જાઈ છે તેવા વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરશે. આ ઉપરાંત તેઓ રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોમાં પણ હવાઈ નિરીક્ષણ કરે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ભુપેન્દ્રભાઈ પટેલે તુર્ત જ એક બેઠક બોલાવી સૌરાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદમાં રાહત અને બચાવ કામગીરી વેગવંતી બનાવવા માટે આદેશ આપ્યા હતા. જામનગર અને રાજકોટ જિલ્લામાં ગઈકાલે જાણે આભ ફાટ્યું હોય તેવો અનરાધાર વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ભારે ખુવારી સર્જાઈ છે.  આજે બપોરે 1 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરશે. રૂબરૂ નિરીક્ષણ બાદ તેઓ રાહત અને

બચાવ કામગીરી કઈ રીતે વધુ વેગવંતી બનાવવી તે અંગે પણ આદેશ આપી શકે છે. મુખ્યમંત્રી આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ પુરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરે તેવી શકયતા નકારી શકાતી નથી.

રાજકોટ જિલ્લા પોલીસ તંત્રએ પાણીમાં  ફસાયેલા 30 વ્યકિતઓના જીવ બચાવ્યા

વિરડા વાજડી વૃઘ્ધાને કેડ સમાણા પાણીમાંથી બહાર કાઢયા: શાપર-વેરાવળમાંથી 1પ વ્યકિતને બચાવ્યા: દેવગામ-પ, ચાંદલી-6, વાગુદડ-ર ને સલામત સ્થળે ખસેડતી પોલીસ: ઉપલેટા ભાદર નદીના કાંઠેથી મહંતનું રેસ્કયુ કરાયું

સૌરાષ્ટ્રમાં રવિવાર રાતથી મેધરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કરી જામનગર, રાજકોટ જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હમેશા ગુનેગારોની પાછળ દોડતી જિલ્લા પોલીસ તંત્ર ભારે વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત ખડેપગે રહી હતી જેમાં લોધીકા, પડધરી, શાપર, વેરાવળ, ભાયાવદર અને ઉપલેટા પોલીસતંત્રની સરાહનીય કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે.

Untitled 2 1

રાજકોટ જીલ્લામાં ગઇકાલે ભારે વરસાદના કારણે પછાત વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ધુસી જતા શ્રમીકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બચાવ કાર્ય માટે મદદની માંગણી કરી હતી. જેમાં લોધીકાના મેટોડા નજીક બાલાજી ફેકટરી પાસે પરિવાર ફસાયો હોવાની માહીતી મળતા લોધીકા પી.એસ.આઇ. કે.કે. જાડેજા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. વિરડા વાજડી ગામ

નજીક પાણીના પ્રવાહમાં પરિવાર ફસાયો હોય અને કેડ સમાણા પાણી ભરાઇ ગયા હોય પી.એસ.આઇ. કે.કે. જાડેજાએ પલવારનો વિચાર કર્યા વગર સ્ટાફ સાથે પાણીમાં જઇ દેવીબેન પુંજાભાઇ આહીર (ઉ.વ.70) ને બચાવી સલામત સ્થળે ખસેડયા હતા.

આ ઉપરાંત લોધીકા પોલીસ અને એલ.સી.બી. પી.આઇ. એ.આર. ગોહીલ સહીતના સ્ટાફે ખીરસરા ગામે બચાવ કામગીરી કરી પાણીમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કર્યા હતા. અને રોડ પર પાણી ફરી વળ્યા હોય રસ્તા બંધ કરી દઇ પોલીસની બેરીકેટ મુકી દીધી હતી.

Screenshot 1 19

લોધીકા તાલુકાના દેવ ગામ ભારે વરસાદના કારણે દરીયામાં ફેરવાઇ ગયું હતું. જયાંથી પાંચ વ્યકિત તેમજ ચાંદલી ગામના નીચાણ વાળા વિસ્તારમાંથી છ માણસો અને વાગુદડ ગામે સંવેદના હાઇટસ સામે પુલ પર ફસાયેલ બે વ્યકિતઓને સહી સલામત સ્થળે ખસેડયા હતા.

શાપર-વેરાવળ પછાત  વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ધુસી ગયાની જાણ થતાં પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઇ, પાણીમાં ફસાયેલા શ્રમીક પરિવારના 1પ વ્યકિતઓને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડયા હતા.

ભાયાવદર પી.એસ.આઇ. ગોજીયાએ પાણીમાં ફસાયેલા લોકોને તો બચાવી લીધા હતા પરંતુ શ્રમીકોની મરણમૂડી સામાન બાઇકને પણ કેડ સમાણા પાણીમાં હંકારી બહાર લઇ આવ્યા હતા.

ઉપલેટા તાલુકાના ઇશરા ગામે ભાદર નદીના કાંઠા પાસે આવેલ બાલેશ્ર્વર મંદિરના મહંત ભાદર નદીમાં આવેલા ઘોડાપુરના કારણે પાણીની વચ્ચે ફસાઇ ગયા હતા. જેની જાણ થતાં ઉપલેટા ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. ધાંધલ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ મહંતને સહી સલામત બહાર કાઢયા હતા.

Untitled 22

જળસંક્ટ હણાયું: સૌરાષ્ટ્રના તમામ જળાશયોમાં જળ વૈભવ

રાજકોટ જિલ્લાના 14 અને જામનગર જિલ્લાના 16 ડેમો મેઘ મહેરથી છલકાયા

પાનેલીના ફુલઝર ડેમની જળજાહોજલાલી

સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલા અનરાધાર વરસાદના કારણે રાજકોટ જિલ્લાના 14 જળાશયો અને જામનગર જિલ્લાના 16 જળાશયો ઓવરફલો થઈ ગયા છે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે. ભાદર ડેમ ઓવરફલો થવામાં હવે 4.70 ફૂટ અને આજી છલકાવામાં હવે માત્ર 1.40 ફૂટ બાકી રહ્યું છે. સોમવારે સાંજથી મેઘરાજાએ વિરામ લેતા જળાશયોમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર ભાદર ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6.56 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી 29.30 ફૂટે પહોંચી જવા પામી છે. 6644 એમસીએફટીની સંગ્રહ શક્તિ ધરાવતા ડેમમાં હાલ 4666 એમસીએફટી પાણી સંગ્રહિત છે. હવે  ડેમ ઓવરફલો થવામાં 4.70 ફૂટ બાકી છે. જ્યારે આજી ડેમમાં નવું 9 ફૂટ પાણી આવ્યું છે. 29 ફૂટે ઓવરફલો થતાં આજીની સપાટી 27.60 ફૂટે પહોંચી જવા પામી છે. હવે ડેમ છલકાવવાના 1.40 ફૂટ બાકી છે. 933 એમસીએફટીની જળ સંગ્રહ શક્તિ ધરાવતા આજીમાં હાલ 832 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જિલ્લાના મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, સોડવદર, વાછપરી, વેરી, ન્યારી-1, ન્યારી-2, મોતીસર, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-1 છલકાય ગયા છે.

મોરબી જિલ્લાના બંગાવડી ડેમ છલકાય ગયો છે. આ ઉપરાંત મચ્છુ-1, મચ્છુ-2, ડેમી-1, ડેમી-2, બ્રાહ્મણી અને ડેમી-3 ડેમમાં પાણીની આવક થવા પામી છે. જામનગર જિલ્લાના પન્ના, ફુલઝર-1, સપડા, ફુલઝર-2, વિજરખી, ફોફળ-2, ઉંડ-3, રંગમતી, ઉંડ-1, કંકાવટી, ઉંડ-2, વાડીસંગ, ફુલઝર (કોબા), રૂપારેલ, ઉમીયા સાગર અને સસોઈ-2 ડેમ ઓવરફલો થઈ ગયો છે. દેવભુમિ દ્વારકા જિલ્લાનો વર્તુ-1, સોનમતી, કાબરકા ડેમ છલકાય ગયો ચે.ગત સાંજથી મેઘરાજાએ વિરામ લેતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.