Abtak Media Google News

રૂ. 4.59 કરોડના ખર્ચે સેનિટેશનના કામ, રૂ.  4.59 કરોડના ખર્ચે  પીવાના પાણી લગતા કામો અને રૂ.  7.76 કરોડના ખર્ચે વિવિધ પ્રકારના અન્ય કામો હાથ ધરાશે

અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાંપંચના 10% ગ્રાન્ટનું આયોજન મંજુર કરવામાં આવ્યું છે. જે મુજબ . 4.59 કરોડના ખર્ચે સેનિટેશનના કામ, રૂ.  4.59 કરોડના ખર્ચે  પીવાના પાણી લગતા કામો અને રૂ.  7.76 કરોડના ખર્ચે વિવિધ પ્રકારના અન્ય કામો હાથ ધરવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ભુપતભાઇ બોદર અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં આચારસંહિતા અમલમાં હોવાથી પ્રશ્નોતરી સેશન રાખવામાં આવ્યું ન હતું. આ બેઠકમાં મુખ્ય મુદ્દો જિ.પં.ની સામાન્ય સભામાં 15માં નાણાંપંચના 10% ગ્રાન્ટના કામો હતા. આ ગ્રાન્ટ હેઠળ જિલ્લા પંચાયતને રૂ. 16.95 કરોડ મળ્યા છે. જેમાંથી રૂ. 4.59 કરોડના ખર્ચે સેનિટેશનના કામ, રૂ. 4.59 કરોડના ખર્ચે  પીવાના પાણી લગતા કામો અને રૂ.  7.76 કરોડના ખર્ચે વિવિધ પ્રકારના અન્ય કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને મંજૂરી મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.