Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન પુરા કરનારી પ્રથમ મહિલા ખેલાડી: સતત પાંચ વન-ડેમાં અર્ધીસદી ફટકારી રેકોર્ડ બનાવ્યો

ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને ૯ વિકેટે આપી કરારી મ્હાત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી મહિલા વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં જ મહિલા ક્રિકેટ જગતની સચિન મિતાલી રાજે એકસાથે બે ઇતિહાસ રચ્યા છે. મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ૨૦,૦૦૦ રન પુરા કર્યા છે અને સતત પાંચ એકદિવસીય મેચમાં અર્ધીસદી ફટકારવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. જો કે મેચમાં ઓસ્ટ્રેલિયા વુમેન્સ ટીમે ભારતીય મહિલા ટીમને કરારી હાર ચખાડી છે.

ભારત તરફથી કેપ્ટન મિતાલી રાજે સૌથી વધુ ૬૧ રન બનાવ્યા હતા. તેમના સિવાય યસ્તિકા ભાટિયાએ 35 અને રિચા ઘોષે અણનમ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. જેના હિસાબે ભારત મહિલા ક્રિકેટ ટીમે કાંગરુને ૨૨૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડાર્સી બ્રાઉને ૩૩ રનમાં ચાર વિકેટ લીધી જ્યારે સોફી મોલિનેક્સ અને હેન્ના ડાર્લિંગ્ટને બે -બે વિકેટ લીધી. ભારત ફરી એક વખત બેટ્સમેનોથી નિરાશ થયું હતું. કેપ્ટન મિતાલી રાજે ધીમી બેટિંગ કરી હતી. આ દરમિયાન, તેણે બે અદભૂત રેકોર્ડ્સ પણ બનાવ્યા છે.

મિતાલી રાજે પોતાની કારકિર્દીમાં ૬૧ રનની ઇનિંગ દરમિયાન ૨૦,૦૦૦ રન પૂરા કર્યા છે.. મિતાલીએ વનડે ક્રિકેટમાં સતત પાંચમી વખત ૫૦ રનનો આંકડો પાર કર્યો છે. આજની પહેલી મેચમાં જ મિતાલી રાજે ઇતિહાસ રચ્યો છે. પરંતુ મેચનું પરિણામ ભારતના પક્ષમાં રહ્યું ન હતું. ભારતે આપેલા ૨૨૫ રનના ટાર્ગેટને માત્ર એક વિકેટથી ચેસ કરી પહેલા મેચ પર ૯ વિકેટે જીત મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.