Abtak Media Google News

કાયદા મંત્રાલયે એકીસાથે મોટા ફેરબદલ કર્યાની ટ્વીટર પર આપી જાણકારી

મંગળવારે દેશની ૧૧ હાઇકોર્ટના ૧૫ જજોની મોટા પાયે બદલી કરવામાં આવી હતી.  કાયદા મંત્રાલયે ટ્વિટર પર બદલીઓ અને નિમણૂકોની યાદી જાહેર કરી છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પખવાડિયા પહેલા આ જજોની બદલીની ભલામણ કરી હતી.  થોડા વર્ષો પહેલા પણ આટલા મોટા ફેરબદલમાં ૨૩ ન્યાયાધીશોની એક સાથે બદલી કરવામાં આવી હતી.

યાદી અનુસાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પી.આર. ઉપાધ્યાયની મદ્રાસ હાઇકોર્ટ ખાતે બદલી કરવામાં આવી છે. ઉપરાંત અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા, જસ્ટિસ વિવેક અગ્રવાલ, જસ્ટિસ ચંદ્રધારી સિંહ અને રવિનાથ તિલહારીને અનુક્રમે દિલ્હી, મધ્યપ્રદેશ, દિલ્હી અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં મોકલવામાં આવ્યા છે.

આ સિવાય પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જસ્ટિસ જસવંત સિંહને ઓરિસ્સા હાઇકોર્ટમાં અને રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ સબીનાને હિમાચલ પ્રદેશ હાઇકોર્ટમાં મોકલવામાં આવ્યા છે.  બીજી તરફ, ઓરિસ્સાના જસ્ટિસ સંજયકુમાર મિશ્રાને ઉત્તરાખંડ હાઇકોર્ટમાં મોકલવામાં આવ્યા છે.

પટના હાઇકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાને આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં મોકલવામાં આવ્યા છે.  જ્યારે તેલંગાણાના જસ્ટિસ એમએસએસ રામચંદ્ર રાવની પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

જ્યારે કેરળના એએમ બદરને પટના અને હિમાચલના અનૂપ ચિતકારાને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં મોકલવામાં આવ્યા છે.  આ જજોની બદલીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.