Abtak Media Google News

ગુજરાતી મહાશબ્દકોષ ભગવદગોમંડલમાં વડીલોપાર્જીત મિલકત અને સ્વપાર્જીત મિલકત કોને કહેવાય આધાર તે રાખી રજુઆત કરાઈ’તી: ગોંડલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના મોહનભાઈ જસમતભાઈ વોરા એ તેની પ્રથમ પત્ની લાભુબેનને સને 1972માં છુટાછેડા આપેલા. લગ્નજીવનથી સંતાનમાં દિકરી ભાનુબેન તથા પુત્ર રમેશભાઈ તથા ગોપાલભાઈના જન્મ થયેલો પરંતુ છુટાછેડા વખતે જ મોહનભાઈએ તેના પ્રથમ લગ્નજીવનથી થયેલ ત્રણેય સંતાનો નો કબજો તેના પ્રથમ પત્નીને આપેલ ત્યારબાદ મોહનભાઈએ બીજા લગ્ન સરોજબેન સાથે કરતા તેનાથી એક પુત્રી નામે પારુલબેનનો જન્મ થયેલો. મોહનભાઈ જસમતભાઈ વોરા પાસે વડીલોપાર્જીત ખેતીની જમીન આવેલ હતી.

જે જમીનમાથી મોહનભાઈની  પ્રથમ પત્નીનાં પુત્રી ભાનુબેન  રમણીકભાઈ રાદડીયાએ ભાગ મળવા માંગણી કરતા મોહનભાઈએ ભાગ આપવાનો ઈન્કાર કરતા ગોંડલ કોર્ટમાં વડીલોપાર્જીત મિલકતનું પાર્ટીશન કરી ભાગ મળવા તેના પિતા તથા ઓરમાન બેન તથા બન્ને ભાઈઓ સામે  દાવો દાખલ કરેલો. જેમાં ચાલુ દાવે મોહનભાઈએ દાવાવાળી મિલકત ખેતીની જમીનના અમુક ભાગનું અન્યને વેચાણ કરી નાખતા તેને પક્ષકાર જોડી દસ્તાવેજ રદ કરવાની દાદ માગવામા આવેલો અને બાકી રહેતી મિલકતનું મોહનભાઈએ તેના બીજા લગ્નથી થયેલ દિકરી પારુલબેનની તરફેણમાં વીલ કરી આપેલ તે વીલ દાવામા 2જુ થતા તે વીલ પણ વાદી ભાનુબેનને બંધનકર્તા નથી તેવુ ઠરાવી આપતી દાદ દાવામા જરૂરી સુધારો કરી માંગવામા આવેલ.

જે દાવો ચાલી જતા વાદી ભાનુબેન 2મણીકભાઈ રાદડીયાના વકીલ નિરંજય એસ. ભંડેરી એ દલીલો કરી જણાવેલ કે દાવો હિન્દુ વારસા ધારામાં સને 2005 માં સુધારો આવ્યા બાદ દાખલ કરવામાં આવેલ છે અને તે સુધારા મુજબ દિકરીને પણ દિકરાની માફક વડીલોપાર્જીત મિલકતમાંથી હક્કો પ્રાપ્ત થાય છે. દાવાવાળી મિલકત વડીલોપાર્જીત હોય જેથી તેનુ વીલ થઈ શકે નહી તે સિવાય હિન્દુ વારસા ધારા ઉપર ગત વર્ષે 2020માં નામદાર સર્વોચ્ય અદાલતે આપેલ ચુકાદો તથા અન્ય ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ ઉપર આધાર રાખેલ તેમજ ગુજરાતી મહાશબ્દકોષ ભગવદ્રોમંડલમાં વડીલોપાર્જીત મિલકત અને સ્વપાર્જીત મિલકત કોને કહેવાય તેની ઉપર આધાર રાખી રજુઆત કરતા ગોંડલના મહે. એડી. સિનિયર સિવિલ જજ એમ.વી.ચોકસી એ વાદીનો દાવો મંજુર કરી દાવાવાળી મિલકતમાંથી 1/4 ભાગ વાદીને આપવાનો તા.13/10/2021 ના રોજ હુકમ કરેલ છે. આ કામમાં વાદી ભાનુબેન વાઈફ ઓફ 2મણીકભાઈ રાદડીયા વતી એડવોકેટસ નિરંજય એસ. ભંડેરી, રવિરાજ પી. ઠકરાર તથા વરીષ્ઠ ધારાશાસ્ત્રી શિવપ્રસાદ પી. ભંડેરી રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.