Abtak Media Google News

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.. શામળા ગિરધારી

નાણાકીય લેવડદેવડમાં આપેલો તે સિક્યુરિટીનું પ્રમાણ છે

કહેવાય છે કે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી આ સમગ્ર વાક્યને સાર્થક કરતું એક મુદ્દો સામે આવ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે આ દરેકને તાકીદ કરતા જણાવ્યું છે કે કોઈપણ નાણાકીય લેવડદેવડ માટે આપવામાં આવેલો ચેક તે એક સિક્યુરિટી નું પ્રમાણ છે નહિ કે કોઈ કાગળનો ટુકડો. કોઈ પણ સ્થિતિમાં એકની જે માન્યતા મળેલી છે તેને નકારી ન શકાય નહીં કે તેની ગંભીરતા ને પણ ઓછી ન આંકી શકાય. કોઈપણ નાણાકીય લેવડદેવડ અથવા તો લોન માટે જે ચેક આપવામાં આવેલો હોય તે એક સિક્યુરિટી તરીકે ઓળખવામાં આવે છે.

આપવામાં આવેલો ચેક તે કોઈપણ પાર્ટી માટેની કટિબદ્ધતા દર્શાવે છે સાથોસાથ કોઈ પણ ચેક કોઈ એક વ્યક્તિને આપવામાં આવ્યો હોય તે વ્યક્તિ પણ ભરોસો પણ મૂકવામાં આવે છે ચેક માત્ર કાગળનો ટુકડો નહીં પરંતુ તે એક જવાબદારી પૂર્વક નું નાણાકીય દસ્તાવેજ છે.

કોઈપણ વ્યક્તિએ જો લોન લીધેલી હોય અથવા તો ઉધાર ઉપર રૂપિયા લીધેલા હોય તે સમયે ચેક મારફતે જે પૈસા આપવાનો વિશ્વાસ અને ભરોસો આપવામાં આવતો હોય તે મુખ્યત્વે એક જ આપી શકે છે અને જે તે પાર્ટી ઉપર ભરોસો પણ રાખવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ નો ચેક બાઉન્સ થતો હોય ત્યારે તેના ઉપર ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે છે જે સ્પષ્ટ દેખાડે છે કે ચેક ની મહત્વતા ખૂબ જ વધુ છે અને તેની મહત્ત્વતા ને નકારી પણ નથી શકાતી.

આપવામાં આવેલો એક ને એક પ્રોમિસરી નોટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ એ છે કે જે તે વ્યક્તિ દ્વારા નાણા આપવાનો જ વિશ્વાસ આપવામાં આવ્યો છે તે વ્યક્તિ તેને પરિપૂર્ણ કરશે પહેલાના સમયમાં હૂંડી રૂપે લોકો ભલે નાણાં આપવામાં આવતા હતા જેનો એક ખાસો મતલબ એ છે કે તે સમયે ચેક નું કામ ઊંડી મારફતે થતું હતું.

કોઈ પણ વ્યક્તિ નગરશેઠને હૂંડી લખીને આપે તો અને માન્ય રાખી તેના પર વિશ્વાસ મૂકવામાં આવતો હતો અને જરૂરી મુજબના નાણા પણ આપવામાં આવતા હતા ત્યારે હાલ જે ચેક અંગે લોકોમાં જે વિચાર આવી રહ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે અને તે સર્વેને સુપ્રીમ કોર્ટ દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે કે કોઈપણ નાણાકીય લેવડદેવડમાં આપવામાં આવેલા ચેક ને કાગળનો ટુકડો ન ગણી શકાય અને તેની ગંભીરતા પણ દરેક લોકોએ દાખવવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.