Abtak Media Google News

પ્રમુખપદમાં વર્તમાન પ્રમુખ ભાવેશ ઝિંઝુવાડીયા અને ધીરજલાલ કુંભાણી વચ્ચે હરીફાઈ

અબતક

દર્શન જોષી, જુનાગઢ

જૂનાગઢમાં બાર એસોસીએશનની આજે તા. 17 ડિસે.ના જૂનાગઢ બાર એસોસયેશનની ચૂંટણી માટે ચૂંટણીનું ઉત્સાહ અને શંતિભર્યા વાતાવરણ વચ્ચે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ધુરંધરો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ યોજાશે. જૂનાગઢમાં બાર એસોસીએશનની આજે હાથ ધરાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ ભાવેશભાઇ ઝિંઝુવાડીયા તથા ધીરજલાલ કુંભાણીી, ઉપપ્રમુખ પદ માટે શશીકાંતભાઈ બોરીસાગર, જયદેવ ભાઈ જોશી તથા બાબુલાલ ઠેસીયા સેક્રેટરી પદ માટે, મનોજભાઈ દવે અને સ્નેહલભાઈ જોશી, ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી પદ માટે રાજકુમાર હિરાણી, મહેશભાઈ જાની, ધર્મિષ્ઠાબેન જોશી, હસમુખભાઈ મારૂ તથા મેનોન બેનીન અને મોણપરા નરેન્દ્ર ભાઈ, ટ્રેઝરર માટે મહેશભાઈ લાખણી તથા યોગેન્દ્રસિંહ ઠાકોર જ્યારે કારોબારી સભ્ય પદ માટે અજીતભાઈ બાબરીીયા, જીમી ચાંદેકર, અશોકભાઈ ચુડાસમા, હિરેન ગણાત્રાા, વિશાલ ગોંધિયાા, પ્રતીક હરિયાણી, જીશાન હાલેપોત્રા, વિજયસિંહ જેઠવાા, નયન કલોલા, મેંનોનસીબીતા , જતીન પાલા, મેહુલ રાજપરા, અશોક સોલંકી તથા પ્રશાંત વ્યાસ જ્યારે મહિલા અનામત પદ માટે ધર્મિષ્ઠાબેન ( ધારાબેન ) ચૌહાણ, જયશ્રીબેન ગોરસીયા, વિધાત્રી ત્રિવેદી એ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કારોબારી પદ માટે ભરતભાઇ રાવલ અને મુક્તાબેન વાઘેલા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં બાર એસોસી એશનની આજે હાથ ધરાયેલી ચૂંટણીમાં 7 વિભાગના હોદ્દાઓ માટે 33 ઉમેદવારો મેદાને છે, અને 717 મતદારો દ્વારા મતદાન કરાશે. આજે મતદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર પી. એમ. કારીયા તથા આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર રાજેશ ઠાકરના માર્ગદર્શન નીચે મતદાન યોજાશે. જ્યારે આવતી કાલે તા. 18 ડિસે. શુક્રવારના રોજ મત ગણતરી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.