Abtak Media Google News

સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા ઇચ્છુક ઉદ્યોગકારોને સરકાર 50% પ્રોજેક્ટ પોસ્ટ માં સહાયરૂપ થશે.

સેમિકન્ડક્ટર યુનિટ ભારતમાં સ્થાપિત થાય તે માટે સરકારે 76 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. સરકાર એ તમામ લોકોને પ્રોત્સાહન આપશે કે જેવો ભારત દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય હાલના તબક્કે ભારત દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ ન હોવાના કારણે કાર ઉત્પાદન કરવામાં ઘણા પ્રશ્નો સામે આવતા હોય છે. જેને નિવારવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

સેમિકન્ડક્ટર યુનિટ ઉભા કરવા માટે ખૂબ મોટું કેપિટલ રોકાણ માંગી લેતું હોય છે સામે જે વળતા મળવું જોઈએ તેમાં પણ ઘણા પ્રશ્નો ઉભા થતા હોય ત્યારે આવનારા સમયમાં આ પ્રકારના કોઈ પ્રશ્નો સામે ન આવે તે માટે સરકારે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે.

સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરતાની સાથે જ હવે ચિપ ચિપ નહીં રહે તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. એટલું જ નહીં સરકારે એ વાત ઉપર પણ ભરોસો આપ્યો છે કે જે લોકો અથવા તો જે ઉદ્યોગકારો ભારતમાં સેમિકન્ડક્ટર યુનિટ ઉભા કરવા ઈચ્છતા હોય તેઓને સરકાર ૫૦ ટકા સુધી પ્રોજેક્ટ પોસ્ટમાં સહાયતા કરશે એટલું જ નહીં સરકાર દ્વારા અતિરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર,રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગ પણ  જે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

સેમિકન્ડક્ટર પોલિસી અમલી બનતાની સાથે જ ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ આવવાની શક્યતા ઉદ્ભવીત થયેલી છે. પરિણામે સરકારે ચિપ ઉત્પાદન કરતી કંપનીઓને આવકારવા માટે અનેકવિધ પ્રકારે સહાય આપવાની પણ જાહેરાત કરી છે જેથી સરકાર દ્વારા જે કોઈ કંપની ભારતમાં યુનિટ સાબિત કરવા માટે કાર્ય કરશે તેઓને સરકાર તરફથી સો વર્ષ સુધી ફન્ડિંગ મળતું રહેશે. સરકારની અપેક્ષા છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્ર 15 થી 20 કંપનીઓ દરેક કેટેગરી માં પ્રસ્થાપિત કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.