Abtak Media Google News

10 મિલિયન ટન પ્રતિ વર્ષની કોલસાની માર્કેટને સુરક્ષિત કરી

અદાણી ઉર્જા ક્ષેત્રે પોતાનો પગદંડો સ્થાપિત કરી રહ્યું છે અને રિલાયન્સ જેવી કંપનીઓને ટક્કર પણ આપે છે ત્યારે ઉર્જાક્ષેત્રે ભારતને કોઇપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે અદાણી ગ્રૂપ દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈને એક સારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે અદાણી હવે ઓસ્ટ્રેલિયાની કારમાઈકલ કોલસાની ખાણમાંથી કોલસાનો વિકાસ કરશે જે અંતે સાત વર્ષ બાદ શક્ય બની શક્યું છે હાલની સ્થિતિએ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 10 મિલિયન ટન પ્રતિ વર્ષ ની કોલસાની માર્કેટ સુરક્ષિત કરી દેવામાં આવી છે. અદાણી દ્વારા જે કોલસા તેની નિકાસ કરવામાં આવશે તે ખુબ જ હાઈ ક્વોલીટીનો કોલસો હશે.

પાણી દ્વારા આ પ્રોજેક્ટ ૨૦૧૦માં શરૂ કરવામાં આવ્યો હતો અને પ્રતિ વર્ષ 60 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થાય તે દિશામાં કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી જેના માટે ૪૦૦ કિલોમીટરની રેલવે લાઇન 11 બીલિયન ડોલરના ખર્ચે ઉભી કરવામાં આવેલી હતી. રોકાણથી એ વાત સ્પષ્ટ થઈ શકે છે કે ઓસ્ટ્રેલિયાની ખાણમાંથી જે કોલસો બહાર આવે છે તે ઉચ્ચ ગુણવત્તા વાળો છે. તરફ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓસ્ટ્રેલિયામાં જે કોલસાની ખાણ ઊભી થયેલી છે તે હાલ એકમાત્ર હયાત ખાણ છે જ્યાંથી હવે વિશ્વભરના ને અદાણી કોલસો પુરો પાડશે.

બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે જે કોલસો બહાર લાવવામાં આવશે તે જરૂરિયાત મુજબ જ હશે જેથી કોઈપણ પ્રકારની ક્ષતિ જમીનને અથવા તો કુદરત ને ના પહોંચે. અદાણી દ્વારા જે કોલસાનો નિકાસ કરવામાં આવશે તે એબોટ પોઇન્ટ ટર્મિનલથી કરાશે. ખરીદી અદાણીએ 2011માં 2 બિલિયન ડોલરના ખર્ચે કરી હતી. તો સાથ અદાણી પ્રતિવર્ષ 20 મિલિયન ટનની ક્ષમતા વધારવા માટે પણ કાર્ય કરશે પરંતુ અદાણી દ્વારા કરવામાં આવતા નિકાસથી સૌથી વધુ ફાયદો જો કોઈને પહોંચવાનું હોય તો તે ભારત અને તેમાં આવેલા ગુજરાત રાજ્ય ને થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.