Abtak Media Google News

કેન્દ્રની વિનંતી બાદ ચીફ જસ્ટિસે અરજીનો તાકીદે નિકાલ કરવા બેચને આપી સૂચના

અબતક, નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે નિટ-પીજીને ગંભીરતાથી લઈ ઈડબ્લ્યુએસ અંગેની અરજી પર સુનાવણી તાત્કાલિક કરવા સંમત થઈ છે.  કેન્દ્રએ કોર્ટને આ મામલે તાકીદે સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેને પગલે ચીફ જસ્ટીસે આ સુનાવણી તા.6ને બદલે આજથી જ હાથ ધરવા કહ્યું છે.

અગાઉ આ મામલાની સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની હતી પરંતુ કેન્દ્રની વિનંતી પર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નિટ-પીજી પ્રવેશ માટેની ઈડબ્લ્યુએસ ક્વોટાની અરજી પર તાકીદે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી આજથી જ શરૂ થઈ છે.

ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રમના,  જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ વિનંતીને સ્વીકારી હતી.  કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગઈકાલે  3 જાન્યુઆરીએ તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી.  વિવિધ અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશની રાહ જોઈ રહેલા ડોકટરો/વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ આ વિનંતી કરવામાં આવી હતી.

ચિફ જસ્ટીસે કહ્યું, “જો તે ત્રણ જજની બેંચની વાત છે, તો આવતીકાલે ત્રણ જજની બેંચ સમક્ષ તેને સૂચિબદ્ધ કરવામાં આવશે.”  જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સોમવારે કેન્દ્રને જણાવ્યું હતું કે ચીફ જસ્ટિસ દ્વારા જરૂરી બંધારણ બનાવવામાં આવી શકે છે.

નિટ પીજી કાઉન્સિલિંગની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.  ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના બેનર હેઠળ ઘણી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરો આ મામલે દેશના ઘણા ભાગોમાં હડતાળ પર ઉતર્યા હતા.  ભારત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે નીટ-પીજી એડમિશનમાં થઇ રહેલા વિલંબને કારણે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ નીટ પીજી એડમિશનમાં થઇ રહેલા વિલંબના વિરોધમાં દિલ્હીના રેસિડન્ટ ડોક્ટરો બે સપ્તાહ સુધી હડતાળ પર રહ્યાં હતાં. કેન્દ્ર સરકાર દ્વારા ખાતરી આપવામાં આવતા રેસિડન્ટ ડોક્ટરોએ હડતાળ સમાપ્ત કરી હતી.

નવા શૈક્ષણિક વર્ષથી ઈડબ્લ્યુએસના સુધારા લાગુ કરવા સમિતિની ભલામણ

સમિતિનું માનવું છે કે ઈડબ્લ્યુએસ ધોરણોમાં મધ્ય-માર્ગીય ફેરફારથી ગૂંચવણો સર્જાશે. સમિતિએ આગામી શૈક્ષણિક વર્ષથી સુધારેલા ઈડબ્લ્યુએસ ધોરણો દાખલ કરવાની ભલામણ કરી હતી.  કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે તેણે આ ભલામણોને સ્વીકારી લીધી છે. જ્યાં સુધી ઈડબ્લ્યુએસ ધોરણોમાં સુધારાનો સંબંધ છે, સમિતિએ વાર્ષિક આવકના ધોરણને 8 લાખ રૂપિયા જાળવી રાખવાની ભલામણ કરી છે પરંતુ તે પરિવારને બાકાત રાખ્યો છે કે જેની પાસે 5 એકર અને તેનાથી વધુની ખેતીની જમીન હોય તેની આવકને ધ્યાનમાં લીધા વગર.  પરંતુ સમિતિએ ભલામણ કરી હતી કે આ સુધારાઓ આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.