Abtak Media Google News

ગુજરાતમાં દરેક જીલ્લાઓમાં સ્પોર્ટસ એકિટીવીટીને પ્રોત્સાહન આપી ખેલાડીઓનું કૌશલ્ય નિખારવા કવાયત

‘અબતક’ ચેનલના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ માં સ્વર્ણિય ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સ્પેશ્યલ ઓફીસ ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટી ધરાવતા  ડો. અર્જુનસિંહ રાણા તાજેતરમાં ‘અબતક’ ચેનલ પર ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમની સાથેનો વાર્તાલાપએ નીચે સંક્ષિપ્ત રીતે રજુ કરવામાં આવ્યો છે. રમતગમતનું મહત્વ માણસના જીવનમાં ખૂબ મહત્વનું છે. બાલવસ્થાથી માંડીને કિશોરાવસ્થામાં દરેક વ્યકિત કોઇપણ રમત સાથે સંકળાયેલું હોય છે જયારે દેશી શેરી કે આધુનિક હોય હવે તો આ રમતોના ક્ષેત્રોમાં યુનિવર્સિટીઓ પણ ઘણી ઉપલબ્ધ છે. તો ડો. અર્જુનસિંહ રાણા દ્વારા રજુ કરવામાં આવ્યું છે. સ્પોર્ટસને લગતી યોજનાઓ વગેરે જણાવવામાં આવી છે.

પ્રશ્ન:- સ્પોર્ટસ ઇન્ડિયા યુનિવર્સિટી, ફિટ ઇન્ડિયા એમ્બેસેડર અને સ્પોર્ટસ ઓથોરીટીમાં તમે શું ડયુટી બજાવો છો?

જવાબ:- સૌથી પહેલા તો વાત કરશું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ર011ની સાલમાં એક સ્વપ્ન સેવ્યું હતું. ગુજરાતમાં તમામ તાલુકામાંથી વિદ્યાર્થીઓ સ્પોર્ટસ નો અભ્યાસ કરવા આવે અને સ્પોર્ટસના વિવિધ એજયુકેશનમાં ઉપરાંત સ્પોર્ટસ કોચિંગ અને બેચલર માસ્ટર એમ.ફિલ પીએચડી સુધી અને ડીપ્લોમાં ડીગ્રી કોર્ષ પણ કરે એક સંપૂર્ણ સ્પોર્ટસનું વાતાવરણ ગુજરાતમાં બને તે માટે વિદ્યાર્થી સ્પોર્ટસના ખેલાડીઓ માટે સ્વર્ણિય ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી કાર્યરત છે.

2019માં 29 ઓગષ્ટ નેશનલ સ્પોર્ટસ ડેના  દિવસે ઘ્યાન ચંદજી નો જન્મ દિવસે વડાપ્રધાને એક સંકલ્પ મુકયો મે ફિટ તો મેરા પરિવાર ફિટ, મેરા પરિવાર ફિટ તો મેરા રાજય ફિટ મેરા રાજય ફિટ તો મેરા રાષ્ટ્ર ફિટ આ સંકલ્પમાં મે રોલ એવો આપ્યો  કે ગુજરાતની આવણી જનતાને  કેવી રીતે પાડવું સાત્વિક ખોરાક, સ્વચ્છતા કે સંગ સ્વસ્થતાનો મે સંકલ્પ મુકયો અને સરકારે મારા પર વિશ્ર્વાસ મુકી અને બ્રાન્ડ એમ્બેસેડર ફિજીકલી મેન્ટલી સ્ટ્રોંગ બનાવવી સાત્વિક આહારનું પાલન કેવી રીતે કરાવવું અને સ્વચ્છતા કે સંગ સ્વસ્થતાનો સંકલ્પ મુકયો અને સરકારે મારા પર વિશ્ર્વાસ મુકયો. અને ફિટ ઇન્ડિયા કંપનીનો બ્રાન્ડ મોડલ ઓફીસર બનાવ્યો જેથી અમારી ટીમ કેમ્પિન ચલાવી રહ્યા છે. જયારે કોરોનાની મહામારી ન હતી ત્યારે પણ આપણે સ્વસ્થ હશું તો આપણે મહામારીનો સામનો કરી શકીશું. આવા સંકલ્પ સાથે અમારી શરૂઆત થઇ.

ઉપરાંત ગુજરાતના વિઘાર્થીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે ખેલ મહાકુંભ 2021ની જોરશોરમાં તૈયારી થઇ રહી છે અને આ વખતે ગુજરાત 2022 વર્લ્ડ કપ છે તેની પણ તૈયારી કરવાની છે. તમામ સ્પોર્ટસનું એસોસિએશન દરેક નાના મોટા એસોસિએશન સાથે રાખી 33 જિલ્લાના DSO બધા કોચિસ અને ટ્રેનરને સાથે રાખી DLSS  સ્કીમ  ચાલે છે. સારા ખેલાડીઓ ઉત્કૃષ્ક  ખેલાડીઓ પેદા થાય અને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ સ્પોર્ટસમાં રોશન કરે 2024માં રોડ મેપ તેના પૂર્વે તૈયારીના ભાગ રુપે તૈયારી કરવામાં આવ્યો છે.

પ્રશ્ન:- સ્પોર્ટસ યુનિવર્સિટી અને સ્પોર્ટસ ઓથોરીટી છે તો રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે કેવી એકટીવીટીઝ થતી હોય છે?

જવાબ:- વિવિધ કોષોમાં મેં વાત કરી તે કોર્ષોમાં દરેક યુનિવર્સિટીમાં ગુજરાતમાં કચ્છ, ભકતકવિ, પાટણ, જુનાગઢની ગુજરાતની 16 ગુનિવર્સિર્ટીમાં અમે MOU કર્યુ તેમાં ગુજરાતની સંલગ્ન લગભગ 400 કોલેજોનાં સ્પોર્ટસ કોડિનેટર 14 ટોપિક ના ઉપર નિષ્ણાંતો અને ગુજરાતના અને બહારના નિષ્ણાતો દ્વારા પ્રોગ્રામ કરવામાં આવ્યો 2000 થી ઉપરના પ્રાઘ્યાપકોને કોરોનાની મહામારીમાં સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને ઓનલાઇન ઝુમના માઘ્યમથી અમે એજયુકેટ કર્યા.

ફેકલ્ટી માટે ગુજરાતની શુભ શરુઆત કરી અને ગુજરાત બહાર પણ નજર દોડાવી અને કાશ્મીરથી શરુઆત કરી ત્યાંના જે ભટકેલા યુવાનો ખરેખર એ સ્પોર્ટસ મેન હતા જેઓના હાથમાં પથ્થર અને બંદુક હતી તેવા ખેલાડીઓને અમે ગયા વર્ષે એડમીશન આપ્યું અને તેમને બેચલર, માસ્ટર, અને પીએચડીનું મે અને બીજા પ્રાઘ્યાપકો એ ગાઇડ કરી ત્યાંના દિકરા-દિકરીઓને એડમીશન આપ્યું વધુ સ્પોર્ટસના અભ્યાસ કરે તે માટે અને અહીં લાવ્યા છે. અને ગર્વ સાથે કહે છે હવે તે વતન જાશે ત્યારે પથ્થરને બઁદુકને બદલે હોકી, વોલીબોલનો દડો હશે. બાસ્કેટ બોલનો દડો હશે અને પોત પોતાની એકેડમી અને તેમના વિસ્તારોમાં સેન્ટિફિક  રીત આ કવોલિફાઇડ કોચ તરીકે આવશે.

અમે કાશ્મીરથી ક્ધયાકુમારી લગીને સંકલ્પના માઘ્યમથી સ્પોર્ટસના દાયરામાં રહીને દરેક લોકોને જોડીને દરેક યુનિવર્સિટીમાં ગુજરાત સ્વર્ણિમ યુનિવર્સિટીમાં ખેલાડીઓ માટે વિદ્યાર્થી માટે ઉત્કૃષ્ટ કાર્યક્રમ એક વર્ષનો બનાવ્યો. અને ફિટ ઇન્ડિયામાં ફિટ ઇન્ડિયા યુથ કલબની સ્થાપના થાય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પણ અમારી સાથે MOU  કરી  સ્થાપના કરાવી અને જેમાં  MCC ચાલે છે.  જે તે નિમણુંક આપવામાં આવી તેમાં કોચિસ, ટ્રેનરો ને પણ મજા આવી હતી. પોતાની સ્કીલ સિવાયના ને કેવો સર્વાગી વિકાસ આપવો કેવી રીતે ટ્રેનીંગ આપવી જે તે કોલેજની અંદર પાયાના શિક્ષણ રૂપે વિસ્તારથી થાય તેમાં અમને ખુબ સારી સફળતા અમને મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.