Abtak Media Google News

વિશ્ર્વભરમાં લોકમુખે રમતી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખક તારક મહેતાનું ૮૭ વર્ષે અમદાવાદમાં નિધન: પરીવારે કર્યો દેહદાનનો નિર્ણય

‘દુનિયાને ઉંધા ચશ્મા’ના લેખકની દુનિયાને અલવિદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, અમિત શાહ ગુજરાતના મુખ્ય મંત્રી જયભાઇ રૂપાણી ઉપરાંત બોલિવુડ, ટેલીવુડના સિતારાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

વિશ્ર્વભરમાં લોકમુખે રમતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખક તારક મહેતાનું આજે ૮૭ વર્ષે અમદાવાદમાં નિધન થતા હાસ્ય હિબકે ચડયું હતું. પદ્મશ્રી તારક મહેતાના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, અમિત શાહ ઉપરાંત બોલિવુડ અને ટેલિવુડના સિતારાઓએ તારક મહેતાને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમના નિધન બાદ પરીવારે દેહદાનનો નિર્ણય કર્યો છે.

પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું ૮૭ વર્ષે અમદાવાદ ખાતેના નિવાસસને લાંબી માંદગી બાદ નિધન યું છે. પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતા બપોરે દોઢ વાગ્યે વીએસ હોસ્પિટલમાં દેહદાન કરશે. ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું યું હતું.  ૨૦૧૫માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા

૨૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ પદ્મશ્રીી સન્માનિત યેલા તારક મહેતા છેલ્લા કેટલાક વર્ષોી અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા હતા. ૨૬ ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ જન્મ અમદાવાદમાં જન્મેલા તારક મહેતા મુંબઈમાં ગુજરાતી વિષય સો બી.એ. અને એમ. એ. પાસ કર્યા બાદ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી બન્યા હતા. ૧૯૫૯-૬૦માં વચ્ચે તેઓ પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી પદે રહ્યાં બાદ તેઓ ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગેઝેટેડ અધિકારી તરીકે જોડાયા હતા. મુખ્યમંત્રીએ ઈન્દુબેનને ફોન કરીને સાંત્વના આપી

તારક મહેતાના નિધનને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ગસ્ના ધર્મપત્ની ઈન્દુબેન સાથે ટેલિફોનિક વાત કરીને સાંત્વના આપી હતી આ  સાથે જ તેમણે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં તેમણે પરિવારને દિલાસો આપતાં કહ્યું હતું કે, તેઓ હંમેશા આપણા મોંઢા પર સ્મિત લાવતા.’ આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, અમિત શાહ, પુરૂષોત્તમ રૂપાલાએ પણ તારક મહેતાને શ્રદ્ધાંજલિ અર્પી છે.

તારક મહેતા એક ઉમદા હાસ્ય લેખક હતા. તેમની કોલમ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા વાંચકોમાં ખૂબ જ લોક પ્રિય હતી.  જેની પરી હાલ સબટીવી પર તારકા મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલ પણ ચાલી રહી છે. આ સીરિયલ છેલ્લાં આઠ વર્ષી ચેનલ પર ચાલી રહી છે. જેને પણ પ્રક્ષકોએ એટલી જ પસંદ કરી રહ્યાં છે.

વ્યંગ લેખકની અચાનક વિદાય પૂરી શકાય તેમ નથી. ખૂબ જ હળવા અંદાજમાં  અસરકાર બાબતો તારક મહેતા વાંચકો માટે લઇને આવતા હતા.  તેમના નિધની ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજુ છવાઇ ગયું છે. તેમનો જન્મ ડિસેમ્બર ૧૯૨૯માં યો હતો. ૨૦૧૫માં તેઓ પદ્મશ્રી એવોર્ડી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેઓ લાંબા સમયી બિમાર હતા. તેમણે હાસ્યની અનોખી શૈલીને જન્મ આપ્યો હતો. તારકના ટપુડાથી તેઓ ઘર ઘરમાં જાણીતા યા હતા.

૧૯૪૫માં તેઓએ મેટ્રિક પાસ કરી હતી અને ૧૯૫૬માં ખાલસા કોલેજ, મુંબઇી ગુજરાતી વિષયમાં બી.એ. જ્યારે ૧૯૫૮માં ભવન્સ કોલેજ મુંબઇી ગુજરાતી વિષયમાં એમ.એ. કર્યું હતું. તેઓ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી હતા. જ્યારે ૧૯૫૯-૬૦માં તેઓ પ્રજાતંત્ર દૈનિક ઉપમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. જ્યારે ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ફિલ્મસ અને ડિવિઝન સો તેઓ કાર્યરત હતા. તેમની લોકપ્રિય રચનાની વાત કરીએ તો ત્રિઅંકી નાટર આકાશ નવી ધરતી, પ્રહસન કોળામાંથી બિલાડું, દુનિયાને ઊંધા ચશ્મા, તારક મહેતાના ઊંધા ચશ્મા, તારક મહેતાનો ટપુડો, તારક મહેતાના ટપુડાનો તરખાટ, દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી જેવા અનેક હાસ્યલેખ સંગ્રહો છે. તારક મહેતાના નિધન પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે પણ શોક વ્યક્ત કર્યો છે.

એમણે ત્રિઅંકી નાટક નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), પ્રહસન કોળામાંથી બિલાડું (૧૯૬૫), ત્રિઅંકી નાટક દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે. તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧),શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ભા.૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે.

તારક મહેતાના નિધનથી ટેલીવુડ શોકમય

સીરિયલના કલાકારો સો તારક મહેતા અને તેમના પત્ની હાસ્ય લેખક તારક મહેતાના નિધની સૌથી વધુ આઘાત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોને લાગ્યો છે. અમદાવાદમાં તેમના નિધની સીરિયલના કલાકારોમાં શોક વ્યાપ્યો છે. કારણ કે, સીરિયલની શરૂઆતી જ તમામ કલાકારો તારક મહેતાના પડખે રહ્યા છે. સીરિયલના તમામ ખુશીના પ્રસંગોમાં તારક મહેતા સામેલ રહ્યાં છે. કલાકારો તેમને વારંવાર મળતા અને તેમની સો સમય પસાર કરતા. તારક મહેતા જાણે તેમની સીરિયલના જ પાત્ર હોય તેવું તેમને લાગતું હતુ. ત્યારે સીરિયલના કલાકારોએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે

ઓછું સંભળાતું, તોય લાંબી વાતો કરતા  દિલીપ જોષી

જેઠા લાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ જણાવ્યું કે, તેમની તબિયત છેલ્લા ઘણા સમયી ખરાબ હતી. શરીર પણ અત્યંત નબળું પડી ગયું હતું. તેમને ભલે ઓછું સંભળાતું, પણ અમારી સાથે તેઓ લાંબી લાંબી વાતો કરતા.

 ગયા મહિને જ તેમને મળ્યો હતો  અસિત મોદી

દુખદ ઘટના છે. અમે દુખ અનુભવીએ છીએ. હાસ્ય ક્ષેત્રે એટલુ કામ કર્યું છે કે, ભગવાન તેમના આત્માને હંમેશા હસતા રાખે. તારક મહેતના નિધનના સમાચાર સાંભળ્યાં ત્યારે ઘણો જ આઘાત લાગ્યો. અમે ગયા અઠવાડિયે મળવા પણ જવાના હતાં પરંતુ કેટલાંક કારણોસર જઈ શક્યા નહીં. તેઓ ગયા મહિને જ તારક મહેતાને મળ્યાં હતાં

સીરિયલના કલાકારો માટે તેઓ પ્રેરણારૂપ હતા  દયાભાભી

દયાભાભીનું પાત્ર ભજવતા દિશા વાકાણીએ કહ્યું કે, તારક સર વિશાળ હૃદયના હતા. મને હજી પણ વિશ્વાસ નથી થતો કે તેઓ આ દુનિયામાં નથી. સીરિયલના તમામ કલાકારો માટે તેઓ પ્રેરણારૂપ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

દરેક વાચક માટે આ ખરાબ સમાચાર  નેહા મહેતા

નેહા મહેતાએ કહ્યું કે, બહુ જ ખરાબ સમાચાર છે. અમારા કુટુંબ માટે આ ખરાબ સમય છે. સો જ દરેક વાચક માટે પણ આ ખરાબ સમાચાર છે. મને એવું લાગ્ય કે, મેં મારા મોટા પપ્પા ગુમાવ્યા હોય. તારક મહેતાએ મને ડરમાંથી બહાર કાઢ્યો હતો  અમિત ભટ્ટ (ટપુના દાદા) સીરિયલમાં ચંપકચાચાનો રોલ કરતાં અમિત ભટ્ટે કહ્યું હતું કે, તેમને હજી વિશ્વાસ ની તો કે તારક મહેતાનું અવસાન થયું છે. આ રોલ કરતાં પહેલાં તેમણે તારક મહેતાના આશીર્વાદ લીધા હતાં. આ રોલને લઈ તેઓ ઘણાં જ નર્વસ હતાં. જોકે, આ સમયે તારક મહેતાએ તેમને આ ડરમાંથી બહાર કાઢ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.