Abtak Media Google News

નરોડા ગામ કેસમાં માયાબેન કોડનાનીએ કોર્ટમાં અરજી કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ  શાહે શહેરની સ્પેશ્યિલ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. 28 મી ફેબ્રુઆરીએ બનેલા બનાવ સંદર્ભે કોર્ટમાં નિવેદન આપ્યા હતા. તે  પહેલા તેમને જજે ગીતાના શપથ લેવડાવ્યા હતા. કોર્ટમાં 40 મિનિટ ચાલેલી કાર્યવાહી દરમિયાન જજ અને વકીલોના સવાલોના અમિત શાહે જવાબ આપ્યા હતા.
કોર્ટમાં અમિત શાહે શું કહ્યું?

અમિત શાહ- ઈશ્વરને સાથે રાખી જે કહીશ તે સત્ય કહીશ.
સવારે મારા ઘરે હતો, સવારે સાડા આઠ વાગ્યે મારી કારમાં વિધાનસભા ગયો, આ સમયે તમામ સભ્યો એસેમ્બલીમાં હાજર હતા. કોઈ નિર્ધારિત કાર્યવાહી ન હતી. ટ્રેન હત્યાકાંડમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ આપવાની હતી.

માયાબેન વિધાનસભા, સોલા સિવિલમાં હાજર હતા, કોર્ટમાં અમિત શાહની જુબાની  બચાવ પક્ષનો સવાલ- 28 ફેબ્રુઆરીના રોજ ક્યાં હતાં, એસેમ્બલીની કાર્યવાહી બાદ ક્યાં ગયા?
અમિત શાહ- મારા પર અનેક ફોન કોલ્સ હતા એટલે એસેમ્બલીથી સોલા સિવિલ ગયો, સવારે સાડા નવથી પોણા દસે હું સોલા સિવિલ પહોંચ્યો અને મૃતકોના દેહ અને પરિવારજનો આવેલા..

– સોલા સિવિલ હોસ્પિટલ બાદ ક્યાં ગયા?
અમિત શાહ- પીએમ થતું હતું ત્યાં ગયો.. ડેડ બોડીની ઓળખ થતી હતી…કાર્યકર્તાને મળ્યો…

– માયાબેનને કેટલો સમય જોયા?…કોઈ જાણીતી વ્યક્તિ હાજર હતી?… એસેમ્બલીમાં હાજર હતા તે હાજર હતા?
અમિત શાહ- માયાબેન ત્યાં મળેલા પણ લોકોમાં ખૂબ આક્રોશ હતો…
સવાલ- ટોળું આક્રોશિત હતું?
અમિત શાહ- બહાર ટોળું હતું એટલે પોલીસે મને કોર્ડન કરીને લઈ ગઈ હતી,

-તમામને જવાની લિફ્ટ અલગ છે?
અમિત શાહ- હા
– એસેમ્બલી પાર્કિંગ એક જ છે?
અમિત શાહ- મને ગાડી ચલાવતા નથી આવડતું… તેથી ત્યાં નથી ગયો

– 27 ફ્રેબુઆરી ગૃહની બેઠક મળી?
અમિત શાહ- બેઠકમાં જાહેરાત થઈ તોફાન થયા છે
– વીએચપીએ બંધનું એલાન આપ્યું હતું?
અમિત શાહ- હા, આપેલું
– 27 ફેબ્રુઆરીની ઘટના બાદ 28 ફેબ્રુઆરીએ તોફાન થયા?
અમિત શાહ- હા

– સોલામાં ડેડ બોડી 28 ફેબ્રુઆરીના આવ્યા?
અમિત શાહ- હા
– 28 ફેબ્રુઆરી ગૃહ ચાલ્યુ કેટલું?
અમિત શાહ- 15થી 20 મિનિટ
– સોલાથી ક્યાં ગયા?
અમિત શાહ- યાદ નથી પણ કારમાં ગોતા ચોકડી ઉતર્યો… માયાબેન પણ પોલીસ જીપમાં હતા… માયાબેન ક્યાં ગયા તેની ખબર નથી…સોલા સિવિલથી ઘરે ગયો..

– એસઆઈટીએ તમને નોટીસ આપી હતી કે જે કહેવું હોય તે જણાવો?
અમિત શાહ- હા, નોટિસ હતી
– નરોડા ગામ ગયા છો?
અમિત શાહ- નરોડા ગામમાં ગયો નથી પણ નરોડામાંથી અનેકવાર નીકળ્યો..એસેમ્બલીથી નરોડાનું અંતર ખબર નથી
– સુપ્રીમ કોર્ટે એસઆઈટી બનાવી?
અમિત શાહ- હા

– નરોડા ગામ અને પાટીયા કેસમાં માયાની એરેસ્ટ અંગે ખબર હતી?
અમિત શાહ- હા, જાણ હતી
– એસઆઈટી સમક્ષ રજુઆત કે એફિડેવિટ કરી નથી?
અમિત શાહ- હા, ક્યારેય નથી કરી

– નરોડા પાટીયામાં હાજર થયા છો?
અમિત શાહ- ના, મને ક્યારેય સમન્સ નથી મળ્યો.. એસઆઈટીએ ક્યારેય તસ્દી નથી લીધી કે હું માયાબેન સાથે હતો કે નહીં…

– નરોડા પાટીયામાં માયાબેનને સજા પડી છે… તેની ખબર છે?
અમિત શાહ- હા
– માયાબેન તમારી સાથે સોલા સિવિલમાં હતા તે માનો છો?
અમિત શાહ-હા
– માયા અને તમે એક જ પક્ષના હતા તેથી જુબાની આપી બચાવવા માંગો છો?
અમિત શાહ- ના, સાચુ નથી

સવાલ જવાબ બાદ અમિત શાહ કોર્ટેથી નીકળી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.