Abtak Media Google News

ભારે સાવચેતીથી આર્થિક, રાજકીય સંતુલન અને વિકાસની ધરીને સંતુલિત રાખવાના પ્રયાસો

કેન્દ્ર સરકાર દ્વારા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલરનું કદ આપવાના તૈયાર કરવામાં આવેલા રોડમેપ વચ્ચે ક્યાંય કોરોના મહામારી અને વૈશ્વિક આર્થિક ઉતાર-ચઢાવના પરિબળો અવરોધરૂપ ન બને તે માટે આર્થિક રાજકીય સંતુલન અને વિકાસની ધરીને સંતુલિત રાખવાના પ્રયાસો ભારે સાવચેતીથી કરવામાં આવી રહ્યા છે.

આજે જાહેર કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં આમ જોવા જઈએ તો કોર્પોરેટ જગત ઉદ્યોગ અને લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગો ના પ્રોત્સાહનના દરવાજા ખોલ્યા છે. સાથે સાથે કૃષિવિકાસ અને ખેડૂતોને પગભર કરવા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. ભલે કર માળખું યથાવત રાખવામાં આવ્યું હોય પણ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને કોર્પોરેટ જગતને પ્રોત્સાહન આપવાનું સરકારનું વલણ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસનો લાભ છેવાડાના આમ આદમીને પહોંચાડવાનો ઉદ્દેશ રહેલો છે વિકલાંગ બાળકોના માતા-પિતાને કરમાં રાહત, કૃષિ વિકાસ અને ખાસ કરીને ગંગાકિનારે કૃષિ પ્રવૃત્તિઓને વેગવાન બનાવવાના અભિગમનો સાર્વત્રિક સાર એટલો જ રહેલો છે કે દેશનો આમ આદમી સરવાળે સુખી અને સંતોષજનક રીતે જીવી શકે.

પાંચ મિલિયન અમેરિકન ડોલરના અર્થ તંત્રના રોડમેપ તરફ દેશને આગળ વધારવા માટે આ બજેટ કોર્પોરેટ જગતથી લઈને કોમનમેન સુધી તમામના હિતને ધ્યાનમાં રાખનારું ગણી શકાય.આ બજેટ ખરેખર દેશ અને દેશવાસીઓના વિકાસનું પ્રતિબિંબ છે. જો કે આમ મધ્યમવર્ગને સીધો કોઈ ફાયદો ન મળતા નિરાશા જન્મી છે. પણ આડકતરી રીતે ફાયદો મળ્યો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.