Abtak Media Google News

 

લીલા શાકભાજી અને મસાલામાં અનેક વિટામીન અને ફાઇબર હોય છે: ‘અબતક’ સાથેની ચર્ચામાં નિષ્ણાંતોએ કહ્યું

 

અબતક, રાજકોટ

શકય હોય ત્યાં સુધી ઋતુ મુજબના ઓર્ગેનિક શાકભાજી લેવા જોઇએ:

શાકભાજીને 10 કે 15 મિનિટથી વધારે બાફવા ન જોઇએ તેમજ ઘી-તેલમાં તેને ફ્રાઇ કરવું જરૂરી

શાકભાજી માણસના જીવનમાં કેટલા ઉપયોગી ? શાકભાજીમાં મસાલા શા માટે જરુરી છે? શાકભાજી કઇ રીતે રાંધવા જોઇએ તેમજ મસાલાનું મહત્વ અને મસાલામાં થતી ભેળસેળ વગેરે બાબતો ને લઇ ‘અબતક’ દ્વારા આયુ. કોલેજના પ્રોફેસરો ડો. ભાવના જોશી, ડો. કૃણાલસિંહ ઠાકોર, ડો. મોનિકા સોલંકી, અદાણી મસાલાના ઓનર જીતુભાઇ અદાણી તેમજ નવરંગ નેચર કલબના પ્રમુખ અને ઓર્ગેનિક ક્ષેત્રે જેણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખ્યાતિ મેળવનાર વી.ડી. બાલા સાથે ચર્ચા કરવામાં આવી જેની સારાંશ અત્રે રજુ કર્યો છે.

હંમેશા બોઇલ કરેલા શાકભાજી લેવા જોઇએ: ડો. મોનિકાબેન સોલંકી

શાકભાજીને બોઇલ કરીને જ ઉપયોગમાં લેવા જોઇએ પણ વધુ પડતા બોઇલ ન કરવા જોઇએ 10 થી 1પ મીનીટ સુધી જ બોઇલ કરવા જોઇએ. શાકભાજીને ઘી અથવા તેલમાં ફ્રાય કરીને લેવા જોઇએ. અમુક વખત શરીરમાં વિરુઘ્ધ આહાર લેવાથી કબજીયાત, ગેસ, અપચો વગેરે જેવી તકલીફ થાય છે. વિરુઘ્ધ આહાર એટલે શાકભાજી, મસાલા સાથે કોઇ પણ દુધની આઇટમ ઉમેરવામાં આવે. જેમ કે, પંજાબી શાક ખાવાથી શરીરની પાચન ક્રિયામાં ફેરફાર થાય છે.

અત્યારના સમયમાં રસોઇ કરતી મહિલાઓ એ કયાંકને કયાંક નોકરી અથવા વ્યવસાય જોડે સંકળાયેલી હોય છે જેથી કરીને તે શાકભાજી અગાઉ સુધારીને રાખી લે છે. પરંતુ તે અગાઉ સમારેલ શાકભાજીમાં વિટામીન અને ફાઇબરનું પ્રમાણ ઘટી જતુ હોય છે તેથી તાજી શાકભાજીનું જ સેવન કરવું જોઇએ.

જીવનશૈલીની સીધી અસર આપણા પર થાય છે: ડો. ભાવનાબેન જોશી

રસોડામાં કામ કરતી મહિલાઓના ખ્યાલ માટે તેમ જ ઉપયોગ માટે રસોઇમાં ઉપયોગ થતા તમામ પ્રકારના મસાલાએ કોઇ-ને-કોઇ રોગના સામના માટેના ઉપયોગમાં છે. જેમ કે, હળદરનો ઉપયોગ શાકભાજીમાં તેમજ દુધમાં વગેરેમાં થાય છે. ઉપરાંત વિદેશમાં ગોલ્ડન મિલ્ક એ સામાન્ય ક્રમમાં આપણા દેશમાં જે સામાન્ય રીતે નિયમિત મુજબ બધા જ ઘરોમાં લેવામાં આવે છે. રસોડામાં મસાલાનો ખોરાકમાં ઉપયોગ ન ખુબ વધારો પ્રમાણમાં કરવો કે ના ઓછા પ્રમાણમાં કરવો પરંતુ જોઇતા પુરતો ઉપયોગ થવો જોઇએ. શરીર આખુ જીનેટીકનું બનેલું હોય છે. જેમાં સેલ રહેલા હોય છે અને તેના એક-એક સેલને અસર કરતાં હોય છે અને આ રસોડાના દવાખાનાનો ઉપયોગ કરવાથી પુરતા પ્રમાણમાં વિટામીન, કેલ્સીયમ વગેરે મળતું રહેલું છે. તથા લાઇફ સ્ટાઇલ (રહેણી-કહેણી) ની અસરો પણ શરીર ઉપર થાય છે. જે આપણા દેશ ઋષિમુનિઓ શિખવી ગયા છે.

સૂર્ય પ્રકાશમાંથી વિટામીન-ડી મળે છે. અને આપણા કુદરતી વાતાવરણમાંથી પણ રોગોથી દુર રાખે છે. વાઇરસથી દુર રાખે છે. આ સાથે તમામ શરીરને લગતી બાબતોમાં વિટામીન અને કેલ્સીયમની ખામી પ્રમાણમાં રહેતી નથી.

શાકભાજી લેવાથી ફાઇબર-વિટામીન પૂરતુ મળી રહે છે: ડો. કૃણાલસિંહ

હાલમાં લીલા શાકભાજીએ બધા લોકોએ ખાવા જોઇએ જેમાંથી શરીરમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર અને વીટામીન મળતું રહે છે જેથી કંઇ શરીરમાં ઉણપ રહેવાની શકયતા ઓછી રહે છે. બધા શાકભાજી લઇ ન શકો તો સીઝન મુજબ આવતા શાકભાજી ખાવાથી શરીરમાં ઉણપ થતી નથી. જો જુજ અથવા અમુક વિસ્તારોમાં શાકભાજી ન મળે તો તેની પાચન ક્રિયામાં ફેરફાર કરવો જોઇએ. શાકભાજી ઓછામાં ઓછા સીઝન મુજબ તો ખાવા જ જોઇએ.દરેક વ્યકિતનો આહાર અલગ અલગ હોય છે. દરેક વ્યકિતને અગ્નિ મુજબનો આહાર લેવો જોઇએ. ઠંડીની ઋતુમાં ભુખ વધુ હોય છે જેમાં ભારે ખોરાક પણ પચી જાય છે. પાલક, દુધી જેવા લીલા શાકભાજી લેવા જોઇએ. જેનું પાચન સરળ રીતે થઇ જાય છે. કઠોળની સાથે બીજા શાકભાજી લેવા જોઇએ. સારવારના ભાગમાં કરવામાં આવતો આહાર ઠંડી ઋતુમાં વધુ કરવો જોઇએ. મઘ્યાનમાં બધુ આહાર લેવો જોઇએ.

આયુર્વેદીકમાં આહાર લેવાનો સમય અને પઘ્ધતિ ખુબ મહત્વની હોય છે. રાત્રીના સમયે અમુક પ્રકારનો આહાર ન લેવો જોઇએ. જેમ કે દહીં જેનાથી બીજી અસર થઇ શકે છે.

સારી ગુણવતા વાળા મસાલાનો ઉપયોગ કરવો: જીતુભાઇ અદાણી

મસાલાએ સારા વાપરવા જોઇએ હાલમાં બજારમાં મસાલામાં ભેળસેળ કરેલા આવતા હોય છે પરંતુ સારી બ્રાન્ડના મસાલા એ લેબોરેટરી માં ટેસ્ટ થઇને વેચાવા આવતા હોય છે. જેની ગુણવતા પ્રમાણમાં સારી હોય છે. આમ, આપણા શરીરમાં મસાલાનો ઉપયોગ ની અસર સીધી થતી હોય છે. જેથી સારા મસાલા, ખોરાકમાં ઉપયોગમાં લેવા જોઇએ.

શકય હોય ત્યાં સુધી ઋતુ મુજબના ઓર્ગેનિક શાકભાજી લેવા જોઇએ: શાકભાજીને 10 કે 15 મિનિટથી વધારે બાફવા ન જોઇએ તેમજ ઘી-તેલમાં તેને ફ્રાઇ કરવું જરૂરી

ઓર્ગેનિક શાકભાજીનો ઉપયોગ કરવો જોઇએ: વી.ડી.બાલા

ઓર્ગેનિક શાકભાજીએ શરીર માટે ખુબ જ સારા હોય છે. અને હાયજિનિક અથવા જંતુનાશક દવા વાળા શાકભાજીને ખાવાથી રોગોના પ્રમાણમાં વધારો થાય છે. બાલા સાહેબના કહેવા મુજબ ઓર્ગેનિક ખેતી કરવી જોઇએ અને ખેડુતોએ પણ આ રસ્તે આગળ વધીને વિકાસ કરવો જોઇએ. ઓર્ગેનિક ખેતીમાં પણ ખેડુતને આવક પૂરતા પ્રમાણમાં થાય છે. ઓર્ગેનિક શાકભાજીની ખેતીમાં વધારો કરવો જોઇએ પરંતુ ઋતુ મુજબના શાકભાજી લેવા જોઇએ. જેમાં શિયાળામાં અલગ ખેતી, ઉનાળામાં અલગ અને ચોમાસમાં અલગ એ રીતે ઋતુ મુજબની ઓગેનિક ખેતી કરવી જોઇએ અને તેના દ્વારા શાકભાજીનું ઉત્પાદન થાય તે જ ખોરાક તરીકે લેવા જોઇએ.

જે જંતુનાશક અથવા દવા વિનાના શાકભાજી હોય છે. અને તે શરીરમાં ખુબ જ ઉપયોગી થાય છે. જેનાથી વિટામીન ફાઇબર વગેરે પુરતા પ્રમાણમાં મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.