Abtak Media Google News

સંભવિત વાવાઝોડાની પિરસ્થિતિને પગલે બે દિવસ

સુખડી ગાંઠીયાના ર0 હજારથી વધુ ફુડ પેકેટ તૈયાર કરાયા: રાહત રસોડાની મુલાકાત લેતા ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી

જનસેવા કાર્યાલય મો.97ર7463693 અને મો.93778ર9999 ઉપર સંપર્ક કરવા અનુરોધ

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે શહેરમાં 3000થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ દ્વારા સ્થળાંતરિતો માટે ભોજન વ્યવસ્થા કરવા હાલ રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું છે.

હાલ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર બીપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહયો છે અને હવામાન ખાતાની આગાહી મુજબ આવતીકાલ તા.14 અને તા.1પ કચ્છ જખૌ બંદર ખાતે ટકરાવાનું હોય આ વાવાઝોડા દરમ્યાન ભારે માત્રામાં ખાનાખરાબી ન થાય તે માટે   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન કાર્યાલય ખાતેથી સમગ્ર પિરસ્થિતિનું મોનીટરીંગ કરી રહયા છે અને રાજયના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર ધ્વારા પણ રાજયના દરેક જીલ્લામાં પ્રભારી મંત્રીઓને જીલ્લામાં ઉપસ્થિત રહેવા માટે સુચના અપાઈ છે તેમજ જે-તે જિલ્લા-મહાનગરના કલેકટર સહીતના સતાધિકારીઓ સાથે વાવાઝોડાની પિરસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારના આવશ્યક પગલા ભરાઈ રહયા છે.

Screenshot 8 16

ત્યારે વધુમાં ઉદય કાનગડએ જણાવેલ કે કોઈપણ મુશ્કેલીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા હંમેશા લોકોની વચ્ચે રહી લોક્સેવાના માધ્યમ થકી સેવા હી સંગઠન ના મંત્રને ચિરતાર્થ કરતો આવ્યો છે, અને સતાને સુવાનું માધ્યમ બનાવતો આવ્યો છે ત્યારે સંભવિત વાવાઝોડાની પિરસ્થિતિને પગલે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, વિધાનસભા-68, નું જનસેવા કાર્યાલય લોક્સેવા માટે તા.14 અને તા.1પ સતત ધમધમતું રહેશે. વાવાઝોડાની તૈયારીના ભાગરૂપે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો માટે ઉદય કાનગડ, રાજકોટ સીલ્વર મેન્યુફેકચર એસોસીએશન અને રાજકોટ ઈમીટેશન મેન્યુફેકચર એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે સુખડી અને ગાંઠીયાના ર0 હજારથી વધુ ફુડપેકેટ તૈયાર થઈ રહયા છે જે સાંજ સુધીમાં તૈયાર થઈ જશે,

આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને ધારાસભ્ય ઉદય કાનગડએ વિધાનસભા-68ના જન સેવા કાર્યાલય ખાતે રાહત રસોડાની મુલાકાત લીધી હતી અને સમગ્ર પિરસ્થિતિનું નીરીક્ષ્ાણ કરેલ હતુ, ત્યારે વાવાઝોડા દરમ્યાન કોઈપણ પિરસ્થિતિને પહોંચી વળવા સામાકાંઠે  કાર્યર્ક્તાઓની ટીમ સતત ખડેપગે રહેશે તેમજ આવતીકાલે  તા.14 અને 1પ જૂન વાવાઝોડાની સંભવિત આફત સામે સળંગ બે દિવસ ર4 કલાક પ્રજાજનોની મદદ માટે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડનું જનસેવા કાર્યાલય લોક્સેવાઅર્થે સતત કાર્યરત રહેશે અને  વાવાઝોડાની પિરસ્થિતિ દરમ્યાન સામા કાંઠે કોઈપણ ઈમરજન્સી દરમ્યાન વિધાનસભા-68ના જનસેવા કાર્યાલય મો.નંબર 97ર7463693 અને મો.નં. 93778ર9999 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરતા ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.