Abtak Media Google News

વિક્રમસિંહ જાડેજા.ચોટીલા

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દર્શાનાર્થીઓ માના ચરણે શીશ ઝુકાવ્યા..

સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડામાતાજી ના દ્વારે વિવિધ રાજ્યો માંથી માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે પૂનમના દિવસે દર્શાનાર્થીઓ મન ચરણોમાં શીશ ઝુકાવવા માટે ઉમટી પડયા.

Screenshot 5 31
યાત્રાધામો નું મુખ પ્રવેશ દ્વાર ચોટીલામાં બિરાજેલ ચામુંડામાતાજી ના દર્શમ માટે વિવિધ રાજયો સહિત ગુજરાત ભરના યાત્રિકો આજે પુનમ હોવાથી માતાજીના દર્શન માટે ભક્તજનો ઉમટી પડયા.

જેમાં ડુંગર ટ્રસ્ટ તેમજ પોલીસ દ્વારા યાત્રિકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે વારંવાર સૂચનાઓ પણ આપવામાં આવતી હતી અને દર્શાનાર્થીઓ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ચોટીલાના પોલીસ ઇન્સ્પેકટર,૩ પોલીસ સબઇન્સ્પેક્ટર,૪૫ પોલીસ કર્મચારી,૪૦ GRD ,૧૦ ટ્રાફિક પોલીસ સહિત કુલ ૯૯ જેટલા જવાનો ખડેપગે રહીને પોતાની ફરજ બજાવી હતી..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.