Abtak Media Google News

ગાંધીનગરથી સુરેન્દ્રનગર ખાતાકીય તપાસ માટે આવતા બંને કાળનો કોળીયો બન્યા

બાઇક રોઝડું સાથે અથડાતા સજાર્યો ગોઝારો અકસ્માત: પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું

લખતર નજીક ગઇકાલ રાત્રિના સમયે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીનગરથી સુરેન્દ્રનગર ખાતાકીય તપાસ માટે બાઇક પર આવતા બે પોલીસ કર્મીઓના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસ કર્મીને બાઇક વચ્ચે રોઝડું આડુ ઉતરતા તેમને બાઇક પર કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બનાવથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, લખતરના ઝરમ ગામ પાસેના રોડ પરથી શંકરભાઈ ઓલકિયા, સરદેવ ગળથરા નામના પોલીસકર્મી બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર બાઇકની સામે રોઝડું આવી જતા બાઈકને ટક્કર વાગી હતી. જેમાં બંને પોલીસકર્મીઓનાં કરૂણ મોત થયા હતા. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ગોઝારા અકસ્માતનાં સમાચાર મળતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરાઇ ટ્રેનિંગ કેમ્પથી બાઇક પર પરત ફરી રહેલા આ પોલીસ કર્મીઓ વચ્ચે રોઝડું નામું પ્રાણી અથડાતા બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી અને બંને નીચે પટકાતા ઘટનાસ્થળે મોત નિપજયું હતું, આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને સત્વરે જાણ કરી હતી. પોલીસ ઘટાનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

1668400874215

ઉલ્લેખનીય છે કે આ પોલીસકર્મીઓ હેડકવાર્ટસમાં ફરજ બજાવતા હતા, પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત થતાં આ રોડ પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો ,આ પોલીસકર્મીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

ત્યારે લખતર પોલીસ સ્ટેશનથી વધુ વિગતો જાણવા મળી રહી છે ત્યારે આ બંને યુવાનો ગાંધીનગર ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા હતા અને સુરેન્દ્રનગર ખાતે મુદતમાં આવ્યા આવવાનું જણાવવામાં આવ્યું છે અને મુદત પતાવી અને પરત ફરતી વખતે આકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અકસ્માતમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા સહદેવભાઈ કડવાભાઈ તેમજ શંકરભાઈ ભગવાનભાઈ બંને પોલીસ કર્મચારીઓના ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોતની પત્તા પોલીસ બેડામાં પણ ભારે શોખની લાગણી છવાઈ જવા પામી હતી. જ્યારે તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ડીવાયએસપી એચપી દોશી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિવારજનોને સાતવાસન પાઠવી હતી અને ભારે વલોપાત ફરિયાદ રચ્યો સામે આવ્યા હતા ત્યારે જંગલી જાનવર તેમના બાઈકના આડે ઉતરતા આ ઘટના બની હતી અને બંનેના મોત નીપજ આવવાનું બહાર આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.