Abtak Media Google News

પૂ.સુશાંતમુનિ   મ.સા.ની નિશ્રામાં

રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધ શાળાનાં આંગણે  સન્માન કરી પ્રાસંગીક શુભેચ્છાઓ પાઠવી

 

અબતક,રાજકોટ

ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ . ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના સુશિષ્યા અપૂર્વશ્રુત આરાધિકા પૂ . લીલમબાઈ મહાસતીજીના આજ્ઞાનુવર્તિ તપસ્વીની પૂ.નિતાબાઈ મહાસતીજીની કે જેઓ વર્ષોથી અઠ્ઠમ તપના વર્ષિતપની આરાધના કરી રહયા છે એવા દિર્ધ તપસ્વીની ના 81 માં જન્મદીનની અનુમોદના કરવા માટે થઈ, આશિર્વાદ આપવા માટે થઈ ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. ખાસ પધારેલ હતા અને સમારોહ દિપાવેલ હતો. આ મંગલમય અવસરે સાધ્વીરત્ના પૂ . સંગીતાબાઈ મહાસતીજી , પૂ . રાજેમતિબાઈ મહાસતીજી , પૂ . સુનિતાબાઈ મહાસતીજી , પૂ . શ્વેતાંસીબાઈ મહાસતીજી પધારેલ હતા . અત્રે બિરાજમાન સાઘ્વીરત્ના પૂ . દિક્ષીતાબાઈ મહાસતીજી , પૂ . કૃપાબાઈ મહાસતીજી , પૂ . રૂપાબાઈ મહાસતીજી , પૂ . ડો . પન્નાબાઈ મહાસતીજી તથા પૂ . ચાંદનીબાઈ મહાસતીજી એ શુભેચ્છા પાઠવી અને શાલ વડે સન્માન કરેલ હતુ . આ નિમિતે પાંચ દ્રવ્ય ના એકાસણા તપ માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર તરફથી કરાવવામાં આવેલ હતા .

તપ , અનુમોદના , બહુમાન વિ .  રાજેન્દ્રભાઈ મોદી પરિવાર તરફથી કરાવવામાં આવેલ હતુ.  રોયલપાર્ક સ્થા . જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધશાળા ના ટ્રસ્ટી મંડળ તથા પ્રમુખથી ચંદ્રકાંતભાઈ શેઠ તથા ઉપપ્રમુખ બિપીનભાઈ પારેખ , મહિલા મંડળના હોદેદારો એ તપસ્વીની પૂ . વનિતાબાઈ મહાસતીજીનું સન્માન કરી પ્રાસંગીક શુભેચ્છાઓ પાઠવેલ હતી . મહિલા મંડળના બહેનો તથા યુવક મંડળ આ પ્રસંગે હાજર રહી અનુમોદના કરેલ હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.