Abtak Media Google News

 

ક્રૂડની કિંમત 100થી 110 ડોલરની રેન્જમાં રહે તો વેટના માળખા મુજબ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 9થી 14 રૂ.નો વધારો કરવો જરૂરી, વધારો નહિ થાય તો સરકારને મોટું નુકસાન થશે

 

યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક માર્કેટમાં તેલ મોંઘુ થયું છે. જેને કારણે ભારતને એક લાખ કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે.  રશિયાના હુમલા બાદ કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 105 ડોલરના મહત્તમ સ્તરે પહોંચી ગઈ છે.  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નવા સંશોધન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો યુદ્ધ ચાલુ રહેશે તો આગામી નાણાકીય વર્ષમાં સરકારની આવક રૂ. 95 હજાર કરોડ ઘટીને એક લાખ કરોડ થઈ શકે છે.તમામ સામાન અને ઉત્પાદનોની કિંમતો પર અસર થઈ શકે છે, જેના કારણે સ્થાનિક મોંઘવારી પણ વધશે.

જાપાનની રિસર્ચ કંપની નોમુરાનો પણ દાવો છે કે, આ સંકટમાં એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે.  એસબીઆઈના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યકાંતિ ઘોષના રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2021થી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત વધી રહી છે. જોકે, ભારતમાં સરકારે તેને નિયંત્રણમાં રાખ્યું છે.  જો કિંમત 100 ડોલરથી 110 ડોલરની રેન્જમાં રહે છે, તો વેટના માળખા મુજબ, પેટ્રોલ અને ડીઝલની કિંમત વર્તમાન દર કરતા 9-14 રૂપિયા પ્રતિ લીટર વધુ હોવી જોઈએ.  જો સરકાર ભાવવધારો માઈનસ એક્સાઈઝ ટેક્સ બંધ કરે તો દર મહિને 8,000 કરોડની આવકનું નુકસાન થશે.

આગામી નાણાકીય વર્ષમાં જો પેટ્રોલ અને ડીઝલની માંગમાં 8 થી 10 ટકાનો વધારો થશે તો આખા વર્ષમાં નુકસાન એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.  આ કિંમતોની સીધી અસર ફુગાવા પર પડશે.  તેલના ભાવ એપ્રિલ 2021માં 63.4 ડોલર થી વધીને જાન્યુઆરી 2022માં 84.67 ડોલર થયા, જે લગભગ 33.5 ટકાનો વધારો છે. જો તે 100 ડોલરથી વધુ જશે તો ફુગાવો વધુ વધશે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.