Abtak Media Google News

આજરોજ ભાર પાડવામાં આવેલ મહત્વના નિવેદનમાં મોદી સરકારે 1452 કરોડના ખર્ચે 2021-22થી 2025-26 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે માઈગ્રન્ટ્સ અને રીપેટ્રીએટ્સની રાહત અને પુનઃવસન માટેની મોટી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી  છે આ યોજના પાછળ કેન્દ્ર સરકારે 1452 કરોડના બજેટની ફાળવણીની  શરુઆત કરી છે.

આ યોજનાનો લાભ માઈગ્રન્ટ્સ અને રીપેટ્રીએટ્સની રાહત અને પુનઃવસન યોજના હેઠળ સ્થળાંતરિત અને વિદેશમાંથી ભારતમાં વસેલા લોકોને લાભ મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે બહાર પાડેલા નોટિફિકેશનમાં એવું જણાવાયું કે વિસ્થાપિત થવાને દુખ વેઠનાર સ્થળાંતરિત અને વિદેશમાંથી ભારતમાં ઠરીઠામ થયેલા લોકોને આ યોજના દ્વારા વ્યાજબી કમાણી કરવાની તથા તેમને મુખ્ય આર્થિક ગતિવિધિઓમાં જોડાવાની તક મળશેઆ યોજનામાં આતંકવાદ, ઉગ્રવાદ, કોમી, રાઈટ વિંગ ઉગ્રવાદ, હિંસા અને સરહદીય ગોળીબાર તથા માઈન અને આઈઈડી બ્લાસ્ટ પીડિતો અને તેમના પરિવારને પણ નાણાકીય સહાય અને બીજી સહાય પૂરી પાડવામાં આવશે.

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.