મારવાડી યુનિવર્સિટી ખાતે આજથી શરૂ થતી સ્પર્ધામાં સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટનાં ન્યાય મૂર્તિ રહેશે ઉપસ્થિત
રાજય સભાના પૂર્વ સાંસદ તેમજ વકીલાતના જગતમાં માધાતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી સ્વ . અભયભાઈ ભારાજની સ્મૃતીમાં રાજકોટની મારવાડી યુનિવર્સિટી દ્વારા આજથી શરૂ થઈ રહેલી રાષ્ટ્ર કક્ષાની મુટકોર્ટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવિ રહ્યું છે . આ સ્પર્ધામાં ભારતભરની લો- કોલેજોમાંથી લગભગ 100 થી વધારે વિધાર્થીઓ ભાગ લઈ રહીયા છે . ગુજરાત અને ભારતના પ્રખ્યાત કાયદા વિષેાગ્યો અને હાઈકોર્ટ સુપ્રિમકોર્ટ ના ધારાશાસ્ત્રીઓ આ સ્પર્ધામાં જજ તરીકે ભાગ લેવાના છે .
આ કાર્યક્રમના વેલીડીટરી સેશનમાં સુપ્રિમકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ એમ.આર શાહ ની મુખ્ય ઉપસ્થીતી તેમજ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ નિરલભાઈ મહેતા વિષેશ હાજરી રહેશે . તેમજ રાજકોટ સૌરાષ્ટ્રના નામાંકીત વકીલો પણ હાજર રહેવાના છે. સ્વ . અભયભાઈ ભારદ્વાજ ખુદ એક કાયદાની યુનિવર્સીટી સમાન ગણાતા કે જેઓની હેઠળ 350 થી પણ વધુ વકીલો તૈયાર થયા છે .
સ્વ. અભયભાઈ ના જુનિયરોે ડીસ્ટ્રીકટ કોર્ટના જજો છે . હાઈકોર્ટ સુપ્રિમકોર્ટના નામાંકિત વકીલો છે . તેમજ સૌરાષ્ટ્ર – ગુજરાતની ટ્રાયલ કોર્ટોમાં વકીલાત ક્ષેત્રે વર્ચસ્વ ધરાવે છે . સ્વ. અભયભાઈ કે જેઓએ પોતાનું સમગ્ર જીવન નવા વકીલો ઘડવામાં વિતાવ્યું તેઓની સ્મૃતિમાં કાયદાના વિધાર્થીઓ માટે મુટકોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સ્વ . અભયભાઈના પરિવા2માં , તેમની ઓફિસમાં , તેમજ સમગ્ર વકીલ આલમમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે . આ કાર્યક્રમમાં વધુને વધુ વકીલો હાજર રહી અને મુટકોર્ટનો લાભ તેમજ લો કોલેજના વિધાર્થીઓને પણ લાભ રહે તે માટે વિષેશ આયોજન કરવામાં આવ્યું છે.