Abtak Media Google News

બોલીવુડ સ્ટાર કોઈકને કોઈ કારણોસર EDના શકંજામાં આવતા હોય છે. ત્યારે વધુ એક બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે EDના રડારમાં આવેલી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. PMLA એક્ટ હેઠળ EDએ જેકલીનની 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.

આ સમગ્ર મામલો સુકેશ ચંદ્રશેખર સાથે સબંધિત છે. સુકેશ પર છેતરપીંડી કરવાનો તેમજ જેકલીન પર પૈસા ખર્ચવાનો આરોપ છે. સુકેશ દ્વારા તેણીના ભાઈને પણ ૧૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

EDની ચાર્જશીટમાં શું છે ?

  • સુકેશ ચંદ્રશેખર જેકલીન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવતો હતો
  • સુકેશ ચાર્ટર પ્લેનમાં મળવા બોલાવેલા જેકલીનના PA મારફતે તેની પાસે પહોંચ્યો હતો
  • જામીન પર હતા ત્યારે સુકેશ ચંદ્રશેખરે જેકલીનના ચાર્ટર્ડ પ્લેન પાછળ 8 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
  • સુકેશ દ્વારા જેકલીનને 15 જોડી ઈયરિંગ્સ, બ્રેસલેટ અને બંગડીઓ, સોનાની ચેઈન ભેટમાં આપવામાં આવી હતી.
  • જેકલીનને 52 લાખની કિંમતનો ઘોડો અને 9 લાખની કિંમતની પર્શિયન બિલાડી પણ ભેટમાં આપવામાં આવી હતી.
  • સુકેશે જેકલીનને 10 કરોડની ગિફ્ટ ઉપરાંત મિની કૂપર કાર પણ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.