Abtak Media Google News

સતત ત્રણ દિવસ આધ્યાત્મિક  શિબિર, રામચરિત માનસ પર વ્યાખ્યાન વિવેક  હોલમાં  આયોજન

7મીએ વિનોદ પટેલનો ભકિત સંગીત અને  8મીએ ત્રણ દિવસ ધર્મિકલાલ પંડયા ‘માણ ભટ્ટ’નું સંગીત મય  આખ્યાન યોજાશે

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા રામકૃષ્ણ મિશનની 125મી વર્ષ ગાંઠ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત રાજય સ્થાપના દિવસ ગઈકાલે રવિવાર થી જ વિવિધ  આયોજનનો ઉજવણી પ્રારંભ થયો હતો. ઉજવણી 10મે સુધી ચાલુ રહેશે.

Advertisement

ગઈકાલે રવિવારે  જાણીતા ભજનીક નિરંજન  પંડયાનો ભક્તિ સંગીત  કાર્યક્રમ યોજાયો હતો.  આજેરાત્રે  નિકુંજભાઈ  પંડયાનો  ભકિત સંગીત કાર્યક્રમ યોજવામાં આવેલ છે. કાલથી ગુરૂવાર સુધી રાત્રે 8 વાગે વિવેક હોલ ખાતે  જાણીતા ગાયક સ્વામી કૃપાકરાનંદજી દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે. 7મીએ સાંજે 6 વાગે  જાણીતા ભજનીક વિનોદ  પટેલના ભજનો યોજાશે.આંતરરાષ્ટ્રીય  ખ્યાતિ પ્રાપ્ત  કથાકાર   ધાર્મિકલાલ પંડયા માણભટ્ટનો સંગીત સાથષના આખ્યાનનો કાર્યક્રમ 8મીએ સનતત્રા, દિવસ સાંજે 6 વાગે યોજેલ છે.  આજે અને કાલે આખો દિવસ આધ્યાત્મિક  શિબિર  આખો દિવસ  યોજવામાં આવી છે. આ ઉપરાંત તા.4 થી 6  સાંજે 6 વાગે  રામચરિત માનસ  પર વ્યાખ્યાન  સ્વામી સુખાનંદજી મહારાજ આપશે.

રામકૃષ્ણ મિશનની  125મી વર્ષ ગાંઠ  ઉજવણીમાં સ્વામી નિખિલેશ્ર્વરાનંદ અધ્યક્ષ રામકૃષ્ણ આશ્રમ સાથે પોરબંદર, ભૂજ, અમદાવાદ, આદિપૂરના અધ્યક્ષ  સર્વશ્રી સ્વામી આત્મદિપાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, પ્રભુસેવાનંદ સ્વામી મંત્રેશાનંદ અને જાણીતા લેખીકા  જયોતીબેન   થાનકી પ્રવચન આપશે. તા.5 થી 11 સુધી યુવાનો માટે શિબિર યોજવામાં આવી છે. વધુ વિગત માટે રામકૃષ્ણ આશ્રમ રાજકોટનો   સંપર્ક સાધવા જણાવાયું છે.

રામકૃષ્ણ મિશનની 125મી વર્ષગાંઠની અનેકવિધ કાર્યક્રમો યોજી ભવ્ય ઊજવણી શરૂ : સ્વામી નિખિલેશ્વરાનંદજી

રાજકોટ રામકૃષ્ણ મિશન આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રામકૃષ્ણ મિશનની 125મી વર્ષગાંઠ ની સમગ્ર વિશ્વમાં અનેકવિધ કાર્યક્રમો યોજી ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સંદર્ભમાં રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે સૌરાષ્ટ્રના લોકપ્રિય ભજનિક નિરંજન પંડ્યા દ્વારા આધ્યાત્મિક ભજનો નું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને નિરંજનભાઈ પંડ્યાના ભજનોનો લાવ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.