Abtak Media Google News

સતત બીજી દિવસે સુરેન્દ્રનગર 46 ડીગ્રી સાથે અગન ભઠ્ઠીમાં શેકાયું: રાજકોટમાં પણ રેકોર્ડ બ્રેક તાપ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. આકાશમાંથી રિતસર અગ્ની વરસી રહી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી માથુ ફાડી નાંખે તેવા આકરો તાપ પડી રહ્યો છે. દરમિયાન આજે પણ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનનો પારો 43 થી 45 ડીગ્રી વચ્ચે રહેશે.

ગુરૂવારે સતત બીજી દિવસે સુરેન્દ્રનગર  46 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે હવે બે-ત્રણ દિવસમાં ગરમીથી રાહત મળે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ગુરૂવાર રાજયના 1ર શહેરોમાં મહત્તમ તાપમાન 40.7 ડીગ્રીથી લઇ 46 ડીગ્રી સુધી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે તાપમાન 46 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી જતા ઝાલાવાડવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 45.2 ડીગ્રી, ડિસાનું તાપમાન 43.2 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 44.9 ડીગ્રી, વલ્લભ વિઘાનગરનું તાપમાન 42.1 ડીગ્રી, વડોદરાનું તાપમાન 41.8 ડીગ્રી, ભુજનું તાપમાન 42.3 ડીગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 42.8 ડીગ્રી, સૌરાષ્ટ્રમાં અમરેલીનું તાપમાન 44.6 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 40.7 ડીગ્રી, રાજકોટનું તાપમાન 44.3 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 46 ડીગ્રી, કેશોદનું તાપમાન 38.4 ડીગ્રી અને જુનાગઢનું મહત્તમ તાપમાન 42.2 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

રાજકોટમાં ચાર વર્ષ બાદ ગઇકાલે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું.દરમિયાન આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ આકાશમાંથી અગન વર્ષા ચાલુ રહેશે આગામી ત્રણ-ચાર દિવસમાં ગરમીનું જોર ઘટશે. 1પમી મે બાદ ગમે ત્યારે પ્રિ-મોન્સુન એકિટવીટી શરુ થઇ જશે.

જેની અસર તળે ગરમીનું જોર ઘટશે અને બફારો વધશે આ વર્ષ જે રીતે આકરા તડકા પડી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે. કે ચોમાસુ વહેલું બેસી જશે રાજયમાં 10 થી ર0 જુન વચ્ચે ચોામાસાનું આગમન થઇ જશે આ વર્ષ ચોમાસુ સામાન્ય રહે તેવી પણ સુખદ સંભાવના રહેલી છે.છેલ્લા ત્રણેક દિવસથી અંગ દઝાડતી ગરમીના કારણે જન-જીવન આકુળ વ્યાકુળ થઇ ગયું છે સવારથી આકાશમાંથી અગ્ન વર્ષા થતી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે બપોરના સમયે તો રાજમાર્ગા પર સન્નાટોછવાય જાય છે.

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીના રણમાં તાપમાનનો પારો પ1 ડીગ્રીએ પહોંચી જતો હોવાના કારણે અગરિયાઓની હાલત દયનિય બની જવા પામી છે. રણમાં ર0 દિવસે એક વખત પાણી વિતરણ કરવુ પડે છે આવા સંજોગોમાં ખાટલામાં પ્લાસ્ટીક બાંધી પાણીનો સંગ્રહ કરવો પડે છે.

શિયાળામાં અહીં તાપમાનનો પારો પ ડીગ્રી સુધી નીચે સરકી જાય છે જયારે ઉનાળામાં પ0 ડીગ્રી સુધી પહોંચી જાય છે અગારિયાઓ જયારે રણમાંથી ઘરે આવે છે તે સમય ચાર મહિનાનું પાણી જમીનમાં દાટીને આવે છે જેનાથી નવી સીઝનમાં મીઠુ પાડવા જાય ત્યારે પીવાના પાણીની કોઇ તકલીફ ઉભી ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.