Abtak Media Google News

દુનિયામાં એક પછી એક નત નવીન રોગો આવી રહ્યા છે. અત્યારનું વિજ્ઞાન ભલે આગળ વધી ગયું હોય, પણ આ નવા નવા રોગોને ઓળખવામાં હજુ પણ વિલંબ કરી દયે છે. જો કે આ રોગો પાછળ પણ માણસની પ્રવૃતિઓ જ જવાબદાર છે. કુદરતને અનેક પ્રકારે નુકસાન પહોંચાડી દીધું હોય, હવે કુદરતે પણ માણસને નુકસાન પહોંચાડવાનું હજુ શરૂ જ કર્યું છે.

દુનિયાભરમાં કોરોના વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યાં છે, ત્યારે એક પછી એક તેના વેરિયન્ટ પણ જોવા મળ્યા હતા. હવે માંડ માંડ આ તકલીફમાંથી દેશ થોડો બહાર આવ્યો છે, ત્યારે અન્ય દેશોમાં તો નવા નવા વાયરસ જન્મ લઇ રહ્યાં છે. થોડા સમય પહેલાં કેરળમાં ટોમેટો ફ્લુ વાયરસના કેસ જોવા

મળ્યા હતા.

હવે, નવો વાયરસ મંકિપોક્સ વાયરસ સામે આવ્યા બાદ તેના કેસ પણ નોંધાવવાના ચાલૂ થઇ ગયા છે. અત્યાર સુધીમાં 14 દેશોમાં આ વાયરસ ફેલાઇ ગયો છે, ત્યારે બેલ્જીયમમાં આ વાયરસની એન્ટ્રી થતા વ્યક્તિને 21 દિવસનો ક્વોરેટાંઇન પીરિયડ આપવામાં આવ્યો છે. આવુ પગલુ લેનાર બેલ્જીયમ દેશ ક્વોરેટાંઇન સિસ્ટમ શરુ કરનારો પ્રથમ દેશ બની ગયો છે.

ડબ્લ્યુએચઓએ મંકિપોક્સ વાયરસને લઇને લોકોને સાવધાની લેવાનુ કહ્યું છે. આ એક ગંભીર બીમારી છે. આ વાયરસ સંક્રમિત જીવોમાંથી મનુષ્યોમાં ફેલાય છે.

બ્રિટેનમાં શરુ થયેલ આ મંકીપોક્સ વાયરસના કેસ હવે કેનેડા અને સ્પેન સહિત કુલ 14 દેશોમાં જોવા મળી રહ્યાં છે. મંકિપોક્સ વાયરસ સંક્રમિત યુવાઓ વધુ થઇ રહેલા છે. કોઇ વ્યક્તિના સંક્રમણમાં આવ્યા બાદ આ વાયરસ ફેલાય છે. બ્રિટેનમાં આ બીમારીના લક્ષણો 7 મેના રોજ એક દર્દીમાં દેખાયા હતા, જે નાઇજીરિયાનો પ્રવાસ કરીને આવ્યો હતો.

વિશ્વમાં હજુ કોરોનાનો ઓસાયો ગયો નથી. તેવામાં આ મંકિપોક્સ વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. હજુ સુધી કોરોનાની સચોટ દવા પણ મળી નથી. તેવામાં આ વાયરસ આવી જતા આરોગ્યવિદો પણ અચરજમાં મુકાયા છે. હવે આ વાયરસ ક્યાં જઈને અટકશે તે અંગે હજુ કઈ કહી ન શકાય.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.