Abtak Media Google News

મુળી તાલુકાનાં દુધઈ ગામની ગૌચરની અને ખરાબા ની જમીન માં ઝેરી કેમિકલ નો નાશ કરવાનો ગોરખધંધો છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો ની શંકા જતાં આ બાબતે તપાસ કરતાં આ ઝેરી કેમિકલ નો જથ્થો મોરબી અને મહેસાણા ની ફેક્ટરીમાં થી નાશ કરવા માટે દુધઈ ની અવાવરૂ જમીન ની જગ્યાએ પસંદ કરવામાં આવી છે.

આ ઝેરી કેમિકલ નાં નાશ કરવામાં આવે ત્યારે ધુમાડા નાં ગોટેગોટા આકાશમાં કાળા ચડે છે અને આંખો માં બળતરા થાય છે. ત્યારે આ રહસ્યમય સંજોગોમાં મોડી રાત્રે નાશ કરવાનો ચાલતો ગોરખધંધો ખેડૂતો ની સજાગતાથી બહાર આવતાં તેનો વિડીયો વાયરલ કરી સુરેન્દ્રનગર જીલ્લા નાં ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગયો હતો.

આ બાબતે જીલ્લા પ્રદુશન નિયંત્રણ બોર્ડ આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ને જે આ કામ કરતાં શખ્સો ની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ ઝેરી કેમિકલ નો જથ્થો અમુક સ્થાનિક વ્યક્તિ ઓએ રુપિયા ની લાલચે મોરબી અને મહેસાણા થી લાવી દુધઈ માં નાશ કરવાનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવેલ નું બહાર આવેલ છે દરરોજ દુધઈ ગામના જમીન માં સીમ વિસ્તારમાં દિવસે પણ ઝેરી કેમિકલ નાં ગોટેગોટા આકાશમાં જોવા મળે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.