Abtak Media Google News

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની 25મી બેઠકમાં થયા સામેલ: સરહદ સુરક્ષા સહિતના મુદે ચર્ચા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગઈકાલથી ત્રણ દિવસ માટે  ગુજરાતની મુલાકાત પર છે દરમિયાન તેઓ દિવ છે દિવમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની 25મી બેઠકમાં સામેલ થયા હતા. જેમાં સરહદ સુરક્ષા, રસ્તા પાણી સહિતના વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દીવમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહની અધ્યક્ષતામા યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર5મી બેઠકમાં સહભાગી  થયા હતા.કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને આજે  દીવમાં આ બેઠક યોજાવાની છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવેલો છે.

દીવ ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર5મી બેઠકમાં આ રાજ્યોના મુખ્યમંત્રી ે, સંબંધિત મંત્રી  તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.   કેન્દ્રિય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહની ઉપસ્થિતીમાં આ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની બેઠકમાં આંતર રાજ્ય સરહદો, સુરક્ષા તેમજ રસ્તા, પાણી પુરવઠા, વીજળી જેવી આંતરમાળખાકીય બાબતો સંબંધિત ચર્ચા-વિચારણા થશે.

મુખ્યમંત્રી સાથે મહેસૂલ મંત્રી  રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, નાણાં વિભાગના અગ્ર સચિવ  જે.પી.ગુપ્તા પણ આ બેઠકમાં  સહભાગી થશે. કોરોના વાયરસની વિશ્વવ્યાપી મહામારીની સ્થિતીને કારણે ર0ર0 અને ર0ર1માં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નહોતું  દીવમાં યોજાઈ રહેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની આ બેઠક બે વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહી છે.

આ પહેલા વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની 24મી બેઠક  2019માં ગોવા ખાતે અને 23મી બેઠક 2018મા ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં યોજાઈ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.