Abtak Media Google News

શોર્ટ સર્કિટથી આગ લાગતાં રૂમ બળીને ખાખ : બે કલાકે આગ પર કાબૂ મેળવાયો , કોઈ જાનહાનિ નહિ

શહેરમાં અક્ષર માર્ગમાં આવેલ સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટમાં આગ લાગી હતી. આગના ધુમાડા ફ્લેટમાંથી બહાર નીકળતા પાડોશના લોકો એ ફાયરને જાણ કરી હતી.જેથી ઘટનાસ્થળ પર પહોંચેલા ફાયર ફાયટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો. આ આગ સમગ્ર ફ્લેટમાં પ્રસરી હતી. જેના કારણે ઘરવખરીને પણ નુકશાન પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવયો હતો.

Img 20220613 Wa0029

વિગતો મુજબ ફ્લેટ માલીક જયપ્રકાશ વૈદ્યએ જણાવ્યું હતું કે, તેના ઘરમાં તે અને તેની પત્નિ રહે છે. આજે ઓર્થોપેડિક ડોક્ટર પાસે તેને પત્ની સાથે ગયા હતા જ્યારે તબીબ પાસે પહોંચ્યા ત્યાં ચોકીદાર નો ફોન આવ્યો કે આ ઘરમાં આગ લાગી છે. તેથી તુરંત જ દોડી ગયા હતા અને પાડોશી ને ફાયર બ્રિગેડની મદદથી હાલ આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.

Img 20220613 Wa0048

આ અંગે ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાએ જણાવ્યું હતું કે,સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટના સ્થાનિકો દ્વારા ત્રીજા માળે આગ લાગી હોવાની માહિતી અમને આપવામાં આવી હતી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની બે ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે ઘરમાં તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ધુમાડા નીકળી રહ્યા હતા. તેથી અમારી ટીમ દ્વારા દરવાજો તોડીને ઘરની અંદર ઘૂસીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘરની અંદરનો એક આખો રૂમ બળીને ખાખ થઇ ગયો છે. હાલ આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવવા આવ્યો છે.અને કોઈ જાનહાનિ થઈ હતી નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.