Abtak Media Google News

બરવાળા, માંગરોળ, જામજોધપુર, સુત્રાપાડા, કાલાવડ, ચોટીલા, જસદણ, ધ્રોલ, વાંકાનેર અને હળવદના ચીફ ઓફિસરો બદલાયા

સૌરાષ્ટ્ર-કચ્છની 11 નગરપાલીકાઓ સહિત રાજયના 32 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. બરવાળા, માંગરોળ, જામજોધપુર, સુત્રાપાડા, કાલાવડ, ચોટીલા, જસદણ, ધ્રોલ, વાંકાનેર અને હળવદના ચીફ ઓફીસરો બદલાયા છે.

રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર હિતાર્થે રજયના 32 ચીફ ઓફીસરોની બદલી કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના બરવાળા નગરપાલીકાના ચીફ ઓફીસર પ્રાર્થના રાઠોડ, માંગરોળ પાલિકાના મેહુલ જોધપુરા, જામનગર જિલ્લાનો જામજોધપુર પાલિકાના રવજીભાઈ પટેલ, ગીર સોમનાથની સુત્રાપાડા પાલિકાના દેવીબેન ચાવડા, જામનગર જિલ્લાની કાલાવડ પાલીકાના મૌલિક વેશ,સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા પાલિકાના નિકુંજ વોરા જામનગર જિલ્લાની ધ્રોલ પાલિકાના ધર્મેશકુમાર ગોહિલ, કચ્છની રાપર નગરપાલીકાના રાહુલકુમાર કરમુર, મોરબી જિલ્લાની વાંકાનેર પાલિકાના તેજલબેન મુંધવા અને હળવદ નગરપાલીકાના ચીફ ઓફીસર પાંચાભાઈ માળીની બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત હાલોલ નગરપાલીકાના વિરાજ આર. શાહ, સાવલી પાલિકાના જૈમિન કુમાર ચૌધરી, વિસનગર પાલિકાના અશ્ર્વીન આર.પાઠક, વડોદરા નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર પારસ કુમાર મકવાણા, ખેડબ્રહ્મા પાલિકાના કલ્પેશ ભટ્ટ, કડી પાલિકાના નરેશભાઈ પટેલ, નગરપાલિકાઓની કચેરી રાજકોટના પ્રાદેશિક કમિશનર તિલક શાસ્ત્રી, ગાંધીનગર નગરપાલીકાની કચેરીના પ્રાદેશીક કમિશનર કૈલાશબેન પ્રજાપતિ, સંતરામપુર નગરપાલિકાના દિપસિંહભાઈ હઠીલા, છોટાઉદેપુરના અતુલચંદ્રસિંહા, જંબુસર પાલિકાના યોગેશ ગણાત્રા, બોરસદ પાલિકાના કમલકાંત પ્રજાપતિ, દાહોદ પાલિકાના યશપાલસિંહ વાઘેલા, દેવગઢ બારીયા પાલિકાના વિજયકુમાર એન. ઈગલીયા, કરજણ પાલિકાના જયકિશન તડવી, સોનગઢ પાલિકાના પૂર્વ આર.પટેલ, માંડવી પાલિકાના પ્રણવ ચૌધરી તરસાડી પાલિકાના કોમલ ધીનૈયા, સાણંદ પાલિકાના બિજલ સોલંકી, મહેસાણા પાલિકાના અલ્પેશકુમાર પટેલ અને ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલીકાના ચીફ ઓફીસર રાજુભાઈ શેખની બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.