Abtak Media Google News

શ્રમિકોનો સુરક્ષીત વાતાવરણ મળે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તેની માહિતી આપવામાં આવી

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના વિવિધ કારખાનેદારો સાથે ‘સેફટી સેમીનાર’ રાજકોટના જોઈન્ટ ડાયરેકટર , ઈન્ડ્ર. સેફટી અને હેલ્થનાં વડા એચ. એસ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ સેફટી સેમિનારમાં શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનાં વિવિધ કારખાનાના માલીકો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં ફાઉન્ડ્રી ઉદ્યોગોમાં ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની પ્રક્રિયા દરમ્યાન અકસ્માતનું પ્રમાણ ઘટે અને શ્રમિકો સુરક્ષિત વાતાવરણમાં કામગીરી કરી શકે તે અંગેનું માર્ગદર્શન તથા કાયદાકીય સમજ ઉદ્યોગકારોને આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એસો.ના સેક્રેટરી નિલેશભાઈ માંકડિયા, જોઈન્ટ સેક્રેટરીશ્રી પ્રમિત સોરઠીયા, શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસો.નાં વાઈસ પ્રેસિડન્ટ રતિલાલ સાદરીયા, રાજકોટ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ડેપ્યુટી ડાયરેકટર જે. એમ. દ્રિવેદી, આસિસ્ટન્ટ ડાયરેકટર ડી.બી. મોણપરા, એચ.એ. ચોટલીયા, બી.પી. પંચાસરા , વી.પી. પરવડા , કાયદા અધિકારી બી. એ. પટેલ, તથા સર્ટીફાઈંગ સર્જન ડો. જે.વી. ઝાલાવાડીયા સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.તેમ રાજકોટ જિલ્લાનાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થયનાં નાયબ નિયામક ની યાદીમાં જણાવાયું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.