Abtak Media Google News

અમદાવાદ શહેરમાં દિવસે દિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હીટ એન્ડ રનના કેસનો આંકડો પણ હદ વટાવી રહ્યો છે. જેમાં એક વાહન ચાલકે મોર્નિંગ વોક માટે નીકળેલા યુવાનને ઉડાવ્યો હતો. અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ તાજેતરમાં સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે પિકઅપ ડાલાના ચાલકે યુવાનને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ બોલેરોનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ગંભીર ઈજાને પગલે મૃત્યું થયું હતું

Advertisement

મળતી માહિતી મુજબ મોર્નિંગ વોક માટે નીકળેલા શૈલેષભાઈ પ્રજાપતિ ને એક વાહનના ચાલકે અડફેટે લીધા હતા. શૈલેષભાઈ ગેલેક્ષી કોરલ સોસાયટી ખાતે રહેતા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે શૈલેષભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મૃત્યું થયું હતું. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

આ અંગે જ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના પરથી બનાવ સવારે 6:10 વાગ્યે બન્યાનું જાણવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક રસ્તાના છેડા પર ચાલી રહ્યો છે. આ દરમિયાન પાછળથી આવતા પિકઅપ વાનના ચાલકે તેને અડફેટે લીધી હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બોલેરો વાનની ઝડપ ખૂબ વધારે છે. ઉપરાંત રસ્તા પર ટ્રાફિક પણ નથી. એટલું જ નહીં, સામેથી પણ કોઈ વાહન આવતું હોવાનું જણાતું નથી. એટલે કે વાહન ચાલકે બેદરકારી દાખવીને વાહન ચાલતા યુવકને જીવ ગુમાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.