Abtak Media Google News

બે માસ પૂર્વે થયેલા અકસ્માતમાં બાદ થયેલી બોલાચાલીનો ખાર રાખી માર માર્યો

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ મારામારીના અનેક બનાવો બનવા પામ્યા છે.ત્યારે ગઈકાલે મોટા મવા વિસ્તારમાં આવેલી પોસ્ટઓફિસ પાસે એક યુવક પર જૂના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ હોકી વડે માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જે બનાવ અંગે યુવકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે બે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવ અંગે મોટામવા નવદુગાપરા શેરી નં.3 માં રહેતાં અંકીતભાઇ જેન્તીભાઇ પરમાર (ઉ.વ.26) એ ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ શેખવા અને રાજેશ ઉર્ફે રાજલો ના નામ આપતાં હતા જેમાં અંકિતભાઈએ જણાવ્યું કે, તે ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ગત તા.10 ના રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ મોટામવા ગામ પોસ્ટ ઓફીસની બાજુમા આવેલ અવેડા પાસે હતો ત્યારે તેને બે મહીના પહેલા વાહન અકસ્માત બાબતે રાહુલ તથા રાજેશ ઉર્ફ રાજલા સાથે સામાન્ય ઝઘડો થયેલ હતો.

જે બાબતેનો ખાર રાખી ઘસી આવેલ રાહુલે અને તેની સાથેના રાજેશ ઉર્ફ રાજલાએ તેને હોકી વડે માર મારી ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ઈજા પહોંચતા તેને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાદમાં ઘરે આવ્યા બાદ ફરીવાર દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતાં મોઢામાં ફેક્ચર થયાનું જાણવા મળ્યું હતુ. જેથી યુવકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પીએસઆઇ વી.એન.મોરવાડિયાએ આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.