Abtak Media Google News

મંદિરના નિર્માણ માટે લોકોના સુચનો ઉપર ખાસ ધ્યાન અપાશે: ઘન કચરાના નિકાલ માટે યોગ્ય સુવિધા ઉભી કરવાની કલેકટરની ખાતરી: જરૂર પડશે તો ભંડોળ ૫ કરોડથી વધારાશે

રાજકોટના રામના મહાદેવ મંદિરનું બ્યુટીફીકેશન અને ડેવલોપમેન્ટ કરવાની યોજના સરકારની છે. આ મંદિરનું મુળ સ્વ‚પ જાળવીને પણ સારામાં સા‚ ર્તિધામ બનાવવાનો ધ્યેય કલેકટર વિક્રાંત પાંડેનો છે. આ મામલે ‘અબતક’ દ્વારા કલેકટર વિક્રાંત પાડે સો ખાસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રામના મહાદેવ મંદિરની ગરીમા જાળવીને જ બ્યુટીફીકેશનની કામગીરી થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મંદિર ૩૦૦ થી ૪૦૦ વર્ષ જૂનું છે. જેથી લોકોની લાગણી મંદિર સો જોડાયેલી છે. માટે મુળ સ્વ‚પ જાળવી રાખવું જરૂરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ મંદિરના ડેવલોપમેન્ટ માટે વ્યક્તિગત રસ લઈ રહ્યાં છે. મંદિરની આસપાસ ગંદકી ઘટાડવા પણ કામગીરી શરૂ કરવાની છે. પ્રોજેકટ ૬ મહિનામાં પુરો કરવામાં આવશે અને તમામ ફેકટરને પ્રોજેકટ અંતર્ગત ધ્યાનમાં લેવાશે.

તેમણે ઉમેર્યું હતું કે, હાલ જિલ્લાના ૧૨ થી ૧૫ ધાર્મિક સ્ળોને ડેવલોપ કરવાની તૈયારી છે. ઘેલા સોમનાથથી લઈ તમામ જગ્યાઓ પર શ્રધ્ધાળુઓની સુખાકારી માટે સુવિધા ઉભી કરવામાં આવશે. રામનાથ મહાદેવ મંદિરે ઘાટનું નિર્માણ અને બગીચા બનાવવામાં આવશે. આ કામગીરીમાં પાણીના વહેણને ડિસ્ટર્બ કરવામાં આવશે નહીં. હાલ ઘન કચરા નિકાસની વ્યવસ નથી તે આ મામલે કોર્પોરેશન સો વાતચીત ચાલી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ દ્વારા નદીના અને ગંદકી સહિતના સનિક પ્રશ્ર્નોનું નિરાકરણ થાય તે માટે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. આ મંદિરનું મુળ સ્વરૂપ ના બદલાય, ત્યાં વ્યવસ્તિ ગાર્ડન અને ઘાટ અને દામોદર કુંડ તરીકે એક કુંડનું નિર્માણ થાય તા લોકોને આવાજવાની સુવિધાઓ વધુ સારી બને તે માટે મુખ્યમંત્રીને પણ ખાસ અરજી કરવામાં આવી છે.

પેનલ આર્ટીટેક દ્વારા એક ઉત્તમ પ્રદર્શન કરવામાં આવે તેનું એક પ્રેઝન્ટેશન બનાવામાં આવે છે અને તે અમારી સો રજૂ કરવામાં આવે છે અને આ પ્રેઝન્ટેશનમાં સનિક લોકો કરતા અધિકારી અને ધારાસભ્યોને જોડીએ છીએ અને પછી પ્લાન નકકી કરવામાં આવે છે તેના પરી એસ્ટીમેન્ટ નકકી કરવામાં આવે છે અને લાઈન ડીપાર્ટમેન્ટ દ્વારા આ એસ્ટીમેન્ટને એકસીકયુટ કરવામાં આવે છે.

દરેક ડેવલોપમેન્ટ બાબતના મિટીંગ થતી હોય છે અને આ ખાલી જિલ્લાસ્તર પર નહીં પરંતુ રાજયસ્તર પર પણ થાય છે અને કેબીનેટના પણ આ તા હોય છે. રામના મંદિરનો વિકાસ થાય તે માટે સરકારે જે ૫ કરોડનું બજેટ ફાળવેલ છે તેના અતર્ંગત તે મંદિરના મુળ આકારમાં કંઈ ફેરફાર ના થાય તેમજ ત્યાની ગંદકીના પ્રશ્ર્નોનું પણ હલ આવે તા તે મંદિરની સુશોભનામાં વધારો થાય તે માટેના બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને આ બાબતે સનિક લોકો પાસેના સુજાવ પણ લેવામાં આવ્યા છે. જેથી કરીને મંદિરને લગતા પ્રશ્ર્નોનું પણ ઉકેલ આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.