Abtak Media Google News

ગત વર્ષોમાં સૌથી વધુ 100 અવકાશી સ્ટાર્ટઅપ શરૂ થયા જ્યારે 750 વિદ્યાર્થીઓ 75 નાની સેટેલાઈટ બનાવી રહ્યા છે

કહેવાય છે કે કોઈ પણ દેશનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે તેનું ગૌરવ સદેવ વધતું હોય છે. ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇ એક પંક્તિ યાદ આવે જેમાં કહેવાય છે કે નયા ઉમંગ હૈ ,નઈ જાન હૈ, મિલકર લિખેંગે નહિ કહાની હમ હિન્દુસ્તાની હમ હિન્દુસ્તાની !!!. હાલ જે રીતે ભારત દરેક ક્ષેત્રે પોતાનું આધિપત્ય ખાતે જ કરી રહ્યું છે ત્યારે હવે આકાશ ક્ષેત્રમાં પણ ભારત અવકાશ ઝડપવા સજ્જ બન્યું છે. મુખ્ય કારણ એ છે કે હાલના સમયમાં 100થી વધુ સ્ટાર્ટ અપ અવકાશ ક્ષેત્રે શરૂ થયા છે અને 750 જેટલા વિદ્યાર્થીઓ 75 જેટલી નાની સેટેલાઈટ પણ બનાવી રહ્યા છે. ભારત માટે એક ગૌરવની વાત છે. મનકી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતનું યુવાધન હવે આકાશને આંબી રહ્યું છે અને જે રીતે ગત વર્ષોમાં જે બદલાવ આવ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે હવે ભારત અવકાશ ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે.

આ પ્રધાન મોદીએ ચેન્નાઈ અને હૈદરાબાદ માં જે અગ્નિકુલ ને સ્કાઇરુટ શરૂ થયા છે તે અંગે પણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ બંને સ્ટાર્ટઅપ આવનારા સમયમાં લોન્ચ વ્હિકલ ઊભા કરશે અને નાના પેલોડસ પણ બનાવશે. આજના સમયમાં ભારતે વિદેશી ટેકનોલોજી ઉપર વધુ ને વધુ મદાર રાખવો પડતો હોય છે પરંતુ હવે દેશમાં જ જ્યારે આ ટેકનોલોજી ઘરના આંગણે બનાવવામાં આવશે ત્યારે તેના ઘણા ફાયદાઓ ભારતને મળશે એટલું જ નહીં એક વિશેષ દરજ્જો પણ અવકાશ ક્ષેત્રે ભારત હાંસલ કરી શકશે.

હાલ ટેકનોલોજીમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેને જોતા ભારતના યુવાધનને અવકાશ ક્ષેત્રે વધુ રસ ના પડ્યો છે અને તેઓ મિસાઈલ લોન્ચર જેવા ઉપકરણો પણ બનાવવા માટે તૈયાર થયા છે. આ તમામ સ્થિતિને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર પણ તેઓને આર્થિક રીતે મદદ પહોંચાડશે. ભારત દેશમાં વસતા નવ યુવાનો નું સ્વપ્ન છે કે તેઓ આકાશને આંબે જેના માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને સ્ટાર્ટઅપ વધુને વધુ પ્રોત્સાહન આપવા માટેની તૈયારીઓ પણ હાથ ધરી છે. જે રીતે વિદ્યાર્થીઓ અવકાશ ક્ષેત્રે જ્ઞાન મેળવી રહ્યા છે તેને ધ્યાને લઇ આવનારા સમયમાં ઘણા ખરા બદલાવો પણ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.