Abtak Media Google News

કામની નોંધ ન લેવાતી હોવાના આક્ષેપ : સ્થાનિક રાજકારણ ગરમાયુ

વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાઓની વાર છે તેવામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે.  રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય ખૂંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ કામની નોંધ ન લેવાતી હોવાના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું આપી દીધું છે. આથી ચૂંટણી પહેલા જ રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સંજય ખૂંટ અને મયુરસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષમાં નારાજ હોવાથી રાજીનામા આપ્યાનું જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એકવાર કોંગ્રેસ તૂટતા રાજકારણ ગરમાયું છે.

બન્નેએ પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું આપ્યું છે. આ બન્ને આગામી દિવસોમાં ભાજપમાં જોડાઇ તેવી શક્યતા હોવાની ચર્ચા લોકોમા ઉઠી છે.

સંજય ખૂંટ અને મયુરસિંહ જાડેજાએ પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રસપ્રમુખને મોકલેલા રાજીનામામાં જણાવ્યું છે કે, આજે અમે કોંગ્રેસ પક્ષમાંથી રાજકોટ અને લોધિકા તાલુકા પ્રમુખ તરીકે તમામ હોદ્દા તથા પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક અને રાજીખુશીથી મારું રાજીનામું આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.