Abtak Media Google News
  • 22 કિલોમીટરના રૂટ પર 12 પોઇન્ટ પર સીસીટીવી કેમેરા ન હોવાથી તાકીદે 40 કેમેરા કાર્યરત કરાયા
  • 1307 પોલીસ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તની જવાબદારી સંભાળશે: 60 બોડી કેમેરા અને 40 છુટા કેમેરાની બેદોબસ્તમાં મદદ લેવામાં આવશે
  • પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જગન્નાથ મંદિરના મહંત અને ટસ્ટ્રીઓ સાથે બેઠક યોજી રથયાત્રા શાંતિ પૂર્વક રીતે યોજાય તે માટે અપીલ કરી

અષાઢી બીજ નિમિતે તા.1ને શુક્રવારે ભગવાન જગનન્નાથી રથયાત્રા શહેરના વિવિધ માર્ગ પર ફરનાર છે. તે દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના સિધા માર્ગ દર્શન હેઠળ તમામ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી. સંવેદનસીલ વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ રથયાત્રાના આયોજકો સાથે બેઠક યોજી હતી. આ અંગેની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને ડીસીપી ઝોન-1 દ્વારા પત્રકાર પરિષદ યોજી પોલીસના બંદોબસ્ત અંગેની માહિતી આપી હતી.

Untitled 3 40

રથયાત્રાના અનુસંધાને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જુદા જુદા જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. જેમાં હથિયારબંધી, ચારથી વધુ વ્યક્તિઓને ભેગા ન થવું કે સભા-સરઘસ કાઢવા પર પ્રતિંબંધ, પ્રદુષણ નિયમનું ચુસ્ત પણે પાલન કરવું, સુરક્ષા જવાનો જેવો ગણવેશના વેચાણ પર પ્રતિંબંધ, રાજય અને જિલ્લા બહારથી આવતા વાહન અંગે ચેકીંગ અને આવારા તત્વ પર બાજ નજર રાખવામાં આવશે, વેપારીઓએ સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત બનાવવા ઉપરાંત ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Img 20220629 Wa0022

રથયાતા અંતર્ગત પત્રકારોને માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી જે.એસ.ગેડમ, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા અને જે.વી.ધોળા સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. બંદોબસ્તમાં પોલીસ અધિકારીથી લઇ હોમગાર્ડ સુધીના જવાનો 1307 કુલ સ્ટાફ ફરજ બજાવશે મુખ્ય રથયાત્રા શહેરના વિવિધ માર્ગ પર 22 કિલોમીટર ફરશ આ ઉપરાંત અન્ય છ સ્થળેથી રથયાત્રા પણ નીકળશે મુખ્ય રથયાત્રામાં કુલ ત્રણ રથ જોડાશે અને 50 થી 60 જેટલા વાહનો જોડાશે, 2000થી 2500 જેટલા ભાવિકો રથયાત્રામાં જોડાશે

રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છની બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગ દર્શન હેઠળ જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, બે ડીસીપી, પાંચ એસીપી, 16 પીઆઇ, 51 પીએસઆઇ, 10 મહિલા પીએસઆઇ, 40 એસઆરપી જવાન, પોલીસ સ્ટફ, હોમગાર્ડ અને ટીઆરબી બંદોબસ્તમાં ફરજ બજાવશે

Img 20220629 Wa0023

રથયાત્રાના રૂટ પરના સંવેદનસીલ વિસ્તાર, ગીચ વિસ્તાર અને સુરક્ષાની દ્રષ્ટ્રીએ મહત્વના હોય તેવા સ્થળોએ સીસીટીવી નથી તેવા 12 પોઇન્ટ પર 40 કેમેરા તાકીદે કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 60 જવાનોને બોડી કેમેરા લગાવવામાં તેમજ 40 છુટા કેમેરા સાથે બંદોબસ્તની કામગીરી સંભાળવામાં આવશે

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જગનન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસ, મંદિરના ટ્રસ્ટીઓ, રથયાત્રાના સંચાલકો અને હિન્દુ મુસ્લિમના આગેવાનો સાથે શાંતિ સમિતીની મિટીંગ યોજી હતી. જેમાં રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે અને ભાઇચારા સાથે ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

Img 20220629 Wa0026

આ ઉપરાંત રથયાત્રાના આગળના દિવસે 50 થી 60 જેટલા કાર્યકરો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પદ્યુમન હોટલવાળા જયરાજસિંહ જાડેજા, નાના મવાના કરણસિંહ જાડેજા, હિન્દુ યુવા વાહીનીના હરપાલસિંહ જાડેજા, સામાજીક આગેવાન રાજુભાઇ જુંજા, બી.કે.પાંડે, આનંદસિંહ અને હેમત લોખિલ સહિતના આગેવાનો જોડાશે અને રથયાત્રાની તડામાર તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.