ઉત્કૃષ્ટ ગાયિકી અને ગુજરાતી સંગીતની અદભૂત રચનાથી લાખો દિલો પર રાજ કરનાર ‘જિગરા’ નો આજે જન્મ દિવસ

જિગરા તરીકે જાણીતા પ્લેયબેક સિંગર જીગરદાન ગઢવીનો આજે જન્મદિવસ છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મ્યુઝિક સાથે સંકળાયેલા જિગરદાન ગઢવીને‘લવની ભવાઈના ગીત ‘વ્હાલમ આવોને’થી સૌથી વધુ ઓળખ મળી હતી. પોતાની ફેશન સેન્સના કારણે જિગરદાન ગઢવી યંગસ્ટર્સ માટે ફેશન આઈકન બની ચૂક્યા છે.
પ્લેબેક ગાયક, ગીતકાર, કલાકાર અને સંગીતકાર જિગરએ ગુજરાતી સિનેમામાં ‘હાર્દિક અભિનંદન’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ગુજરાતી સિનેમામાં લવ ની ભવાઈના ગીતો “વ્હાલમ આવો ને”, ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝના “માને કહી દે”, ફિલ્મ ચાલ જીવી લઇએના “ચાંદ ને કહો” ગીતો તેના સૌથી વધુ ફેમસ છે. આ ઉપરાંત તેના કેટલાક સિંગલ ગીતો જેમ કે ધીમો વરસાદ, મોગલ તારો આશરો અને મોગલ આવે. તેઓ ગિટાર, હાર્મોનિયમ અને પિયાનો જેવા વાધ્યો બખૂબી બજાવી જાણે છે.
તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓએ અમદાવાદની જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાંથી ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે પ્રાથમિક શાળામાં ગીતો કંપોઝ કરવાનું શરૂ કર્યું. 2014 માં તેમણે સિંગલ સોંગ સાથે ડેબ્યુ કર્યા પછી, તેણે ફિલ્મ વ્હિસ્કી ઇઝ રિસ્કી માટે “ઇટ્સ ટાઇમ ટુ પાર્ટી” ગાયું હતું.