રેલવે ડિવિઝનને પ્રતિષ્ઠિત ‘કોમર્શિયલ પબ્લિસિટી’ શિલ્ડ એનાયત

શ્રેષ્ઠ કામગીરી બદલ 8 રેલવે કર્મચારીઓનું પ્રિન્સિપાલ સી.સી.એમ.એ કર્યું સન્માન

રાજકોટ રેલવે વિભાગે વેસ્ટર્ન રેલવેમાં કોમર્શિયલ એડવરટાઈસમેંટથી ઉત્કૃષ્ટ આવક મેળવીને પ્રતિષ્ઠિત ’કોમર્શિયલ પબ્લિસિટી’ શિલ્ડ જીતી છે. આ શિલ્ડ રાજકોટ અને રતલામ વિભાગને સંયુક્ત રીતે આપવામાં આવી છે. ચર્ચગેટ, મુંબઈ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના પ્રિન્સિપાલ સીસીએમ (પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર)  રાજકુમાર લાલ દ્વારા રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફને’કોમર્શિયલ પબ્લિસિટી’ શિલ્ડ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝને વર્ષ 2021-22માં વિવિધ રેલવે સ્ટેશનો પર હોર્ડિંગ્સ, કિઓસ્ક, એટીએમ વગેરે મૂકીને અને ટ્રેનની અંદર અને બહાર જાહેરાતો દ્વારા રૂ. 1.68કરોડની આવક મેળવી છે. આ સાથે રાજકોટ ડિવિઝનનાકોમર્સ વિભાગના 8કર્મચારીઓને પ્રિન્સીપાલ સી.સી.એમ.ના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રોકડ પુરસ્કાર અને મેરિટસર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં  કે.એન.જોબનપુત્રા (મુખ્ય ટિકિટ નિરીક્ષક-રાજકોટ),   કિરણ ડી ઓઝા (મુખ્ય ટિકિટ નિરીક્ષક-રાજકોટ),   કાબુલ હુસૈન (રિઝર્વેશન સુપરવાઈઝર-રાજકોટ),   કેતન વસા (કોમર્શિયલ ઈન્સ્પેક્ટર- રાજકોટ), કુમારી કિરણ વાઝા (ઓફિસ અધિક્ષક- વાણિજ્ય વિભાગ-રાજકોટ),  અભય ઉમરેઠીયા (ગુડ્સ સુપરવાઈઝર- મોરબી),   ઉષિજ પંડ્યા (સિનિયર બુકિંગ સુપરવાઈઝર- રાજકોટ) અને   પ્રકાશ હડીયલ (જનરલ મદદનીશ-રાજકોટ)નો સમાવેશ થાય છે. રાજકોટના ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર   અનિલ કુમાર જૈને કોમર્શિયલ પબ્લિસિટીની શિલ્ડ જીતવા બદલ સીનિયરડીસીએમ  અભિનવ જેફને અને ઉત્કૃષ્ટ કાર્ય માટે એવોર્ડ મેળવનાર રેલવે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.