Abtak Media Google News

એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ  સિવીલ એન્જીનીયર રાજકોટ દ્વારા તા. 19-4-22 ના રોજ વર્ષ 2022 થી વર્ષ 2024 માટે નવી કારોબારી કમીટીના પદગ્રહણ સમારોહ યોજાયો. એન્જી. હરેશભાઇ પરસાણા (પાસ્ટ પ્રેસિડેનટ) ના પ્રમુખ સ્થાને રહી નવી કારોબારી જેમાં  નવા પ્રમુખ તરીકે એન્જી. ગૌરવ સોલંકી, એન્જી. નિશાંત દોમડીયા, ખજાનચી એન્જી. અમીશ ગરીબા તથા કમીટી મેમ્બર્સને શપથ ગ્રહણ કરાવેલ. આ સમારોહમાં આઇ.પીપી એન્જી. ધર્મેન્દ્ર મિરાણી દ્વારા ના સભ્યો રહી જેમણે  સમાજમા સિઘ્ધીઓ પ્રાપ્ત કરી હોય તેવા એન્જી. અજયભાઇ પટેલ, એન્જી. અશ્ર્વિનભાઇ લોઢીયા, એન્જી. અજયભાઇ પટેલ, એન્જી. પરેશભાઇ કાલાવડીયા, એન્જી. નિલેશભાઇ ભોજાણીને સન્માનીત કર્યા હતા.

આ સમારોહમાં આમંત્રણને માન આપી આઇ.આઇ.ડી. ના પ્રમુખ શૈલીબેન ત્રિવેદી તથા સેક્રેટરીએ હાજરી આપેલ. આ પ્રસંગે ડો. સતનકુમાર પોપટ દ્વારા સોશીયલ મીડીયાના ફાયદા અને તેના નુકશાનથી બચવા ઉપર એક પ્રેરક પેઝન્ટેશન આપી સર્વેને માહીતગાર કરેલ. આ સમારોહ સફળ બનાવવા એન્જી. અંકિતભાઇ ભાલોડી, એન્જી. મિલન ઝવેરી, એન્જી. યશ ભડાણીયા, એન્જી. ચૈતન્ય પંડયા, એન્જી. મિલન માણેક, એન્જી. આનંદ કારેલીયા, એન્જી. જીજ્ઞેશ શાહ, એન્જી. કમલેશ વેકરીયા, એન્જી. સંદીપ ચંદનાનીએ ખુબ મહેતન કરેલ હતી.ુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.