Abtak Media Google News

સોનીયા ટ્રેડર્સનું સૂર્યમુખી તેલ પ્યોર ફૂડનું રૂટ બેરી હર્બલ જ્યુસ ચકાસણીમાં નાપાસ

રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનર આશીષકુમારના અધ્યક્ષ સ્થાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ડીસ્ટ્રીક્ટ લેવલ એડવાઇઝરી કમિટી ઓન સેફ ફૂડ એન્ડ હેલ્ધી ડાયટ્સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ. જેમાં ફૂડ વિભાગ, જિલ્લા પુરવઠા વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રિજીઓનલ ફૂડ લેબોરેટરી વિભાગ, ન્યુટ્રિશન સેન્ટરના અધિકારી તથા ગ્રાહક સેવા અને વેપારી મંડળના પ્રતિનિધિઓએ હાજરી આપેલ તથા ફૂડ વિભાગની કામગીરીની સમિક્ષા કરી હતી.

Img 20220702 Wa0038

ફૂડ વિભાગ દ્વારા જૂના માર્કેટિંગ યાર્ડ શોપ નં જી-6, આરટીઓ પાસે, રાજકોટ મુકામે આવેલ ‘સોનિયા ટ્રેડર્સ’ નામની પેઢીમાંથી વી-લાઇટ સૂર્યમુખી તેલનું 15 કિલોનું ટીનના નમૂનો લેવામાં આવેલ અને ત્યારબાદ પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે પેકડ્ ટીનનો બાકી 5923 કિ.ગ્રા. (કિંમત રૂ. 9,83,218/-) જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવેલ. જે અંગેનો કેસ ચાલી જતા નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર નિવાસી અધિક કલેક્ટર દ્વારા રૂ. 50,000/- નો દંડનો હુકમ કરવામાં આવેલ તેમજ તે  અનુસંધાને ઋજજઅઈં ની એડવાયઝરી મુજબ સદરહુ સીઝ કરેલ સબસ્ટાન્ડર્ડ ખાધ્ય પદાર્થનું જાહેર જનતામાં વેચાણ ન થાય તે માટે ઔધ્યોગિક હેતુથી સરકાર માન્ય રૂકો (રિપર્પઝ યુઝ્ડ કૂકિંગ ઓઇલ) એજન્સીને સોંપવાનો હુકમ કરવામાં આવેલ. જે હુકમ અંગે જિલ્લા પુરવઠા શાખા દ્વારા નિયુક્ત અધિકારીશ્રી તથા રૂકો એજન્સીના પ્રતિનિધિ હાજર રહેલ અને સીઝ કરેલ સબસ્ટાન્ડર્ડ ખાધ્ય પદાર્થનો 5923 કિ.ગ્રા. જથ્થો (કિંમત રૂ. 9,83,218/-) જથ્થો રૂકો એજન્સીને સોંપવામાં આવેલ.

ફૂડ વિભાગ દ્વારા મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્યોર ફૂડમાં ચેકીંગ કરી રૂટબેરી ગોવિંદ-19 ઇમ્યુસ્ટર હર્બલ જ્યુસ મિસ બ્રાન્ચ અને રૂટબેરી મહિલા ન્યુટ્રીયન્સ પીણા મિસ બ્રાન્ડેડ જાહેર થતાં 1250 બોટલનો 4,48,750 અને 61 બોટલનો 33,550નો જથ્થો જપ્ત કરી 30 હજારનો દંડ કર્યો હતો અને ફરીથી વેંચાણ ન થાય તે માટે 7,48,750ની બોટલો ડિસ્પોઝ કરી દેવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે 50 ફૂટ રોડ – કુવાડવા રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ 18 પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઘી, ઠંડાપીણાં, આઇસક્રીમ, પ્રિપેર્ડ ફૂડ, મસાલા વિગેરેના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

જલારામ બેકર્સ, ડાયમંડ શીંગ, પટેલ ડેરી ફાર્મ, પટેલ આઇસક્રીમ  ગોલા, ચામુંડા ટી સ્ટોલ, જાગનાથ ડેરી ફાર્મ, ગાત્રાળ ટી સ્ટોલ, કિશન જનરલ સ્ટોર, ચિલ્ડ હાઉસ, શ્રી હરિ ડેરી ફાર્મ, સદગુરુ કોલ્ડ્રિંક્સ  આઇસક્રીમ, બજરંગ કોલ્ડ્રિંક્સ, બજરંગ ટી સ્ટોલ, લાઈફકેર ફાર્મસી, ક્રિશ્ના ડેરી ફાર્મ, શ્રીજી લાઈવ પફ, શ્રીરામ ડેરી ફાર્મ, જય અંબે પ્રોવિઝન સ્ટોરની  સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.