Abtak Media Google News

આઈ.સી.યુ., ઓર્થોપેડિક, ગાયનેક, જનરલ સર્જરી સહિત વિવિધ વિભાગોમાં સારવાર તથા નિદાન માટે સંપૂર્ણ સુવિધા સાથે 3ર  બેડની આધુનિક સુવિધા ઉપલબ્ધ

કુવાડવા પંથકના લોકોની સેવામાં નવ નિર્મિત ગિરીરાજ હોસ્પિટલનું આવતીકાલે ઉદઘાટન થનાર છે ત્યારે  ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકતે આવેલા ગિરીરાજ હોસ્પિટલના આયોજકોએ યોજાનાર  કાર્યક્રમની વિશેષ વિગતો આપી હતી. સૌરાષ્ટ્રમાં જાણીતી રાજકોટની   ગીરીરાજ હોસ્પિટલ વિસ્તરણના પંથે પ્રયાણ કરી રહી છે , છેલ્લા 14 વરસથી રાજકોટમાં અનેક લોકોની સફળ સારવારના અનુભવના ભાષા સાથે કુવાડવા પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોની સેવા કરવાના હેતુ સાથે  રવિવાર તા. 3-7ના રોજ ગીરીરાજ હોસ્પિટલના કુવાડવા યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે . નવનિર્મિત   ગીરીરાજ હોસ્પિટલમાં 3ર  બેડ સાથે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે એમ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર અને  ક્રિટીકલ કેર નિષ્ણાત ડો.મયંકરે જણાવ્યું છે.

Dsc 2436

ડો . મયંક ઠક્કરના જણાવ્યા અનુસાર  છેલ્લાં 14 વરસથી રાજકોટમાં   ગીરીરાજ હોસ્પિટલમાં હજારો દર્દીની સારવાર કરી છે . રાજકોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના ઘર આંગણે સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાની અમારી નેમ છે અને એટલે જ  ગીરીરાજ હોસ્પિટલનું વિસ્તરણ કરી કુવાડવા નજીક અદ્યતન  ગીરીરાજ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે . ત્યાં આઈ.સી.યુ. , ટ્રોમા – ઓર્થોપેડિક વિભાગ , સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો સાથે ગાયનેક વિભાગ , જનરલ સર્જરી વિભાગ , એક્સ – રે , સોનોગ્રાહી , લેબોરેટરી , મેડિકલ સ્ટોર વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે . નવનિર્મિત ગીરીરાજ હોસ્પિટલ (મો. 9537 107 107 ) કુવાડવા ખાતે વાંકાનેર ચોક્ડી પાસે આવેલ છે . રાજકોટની  ગીરીરાજ હોસ્પિટલ સાથે કુવાડવા યુનિટનું સંકલન રાખી વિવિધ રોગના નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવશે .

ગીરીરાજ હોસ્પિટલના એમ.ડી. ગૌરાંગ ઠક્કરે જણાવ્યું છે કે ,  કુવાડવા બ્રાન્ચ ખાતે આઈ.સી.યુ.માં ફિઝીશ્યન ડો . સરફરાઝ સેરાસીયા , સ્ત્રીરોગ વિભાગનાં ગાયનેકોલોજીસ્ટ ડો . રવિ કરમટા , ઓર્થોપેડિક વિભાગમાં ડોં . ચિરાગ પરમાર , જનરલ સર્જરી વિભાગમાં ડો . પ્રદ્યુમન ચોક્સી , રેડિયોલોજીસ્ટ ડો . માનેક ગઢવી સહિત વિવિધ રોગના નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ છે . નવ નિર્મિત હોસ્પિટલનો ઉદ્ઘાટન સમારોહ આમી તા . 3,7,ર 0ર ર  ને રવિવારે સવારે 9.30 કલાકે રાખવામાં આવ્યો છે . મુખ્ય અતિથિ તરીકે બી.એ.પી.એસ.ના સંત અપૂર્વમુનિ સ્વામી તથા અતિથિ વિશેષ તરીકે રાણપુર કુવાડવાના મહંત  લક્કડદાસબાપુ તથા બ્રહ્માકુમારી રેખાદીદી ઉપસ્થિત રહેશે.

ડો . મયંક ઠક્કરના જણાવ્યા અનુસાર રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલી તેમની ગઅઇઇં ની માન્યતા પ્રાપ્ત  ગીરીરાજ હોસ્પિટલ દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને સારામાં સારી સારવાર મળી રહે એ માટે અમારી ટીમ સતત કાર્યરત રહે છે .   ગીરીરાજ હોસ્પિટલ સતત પોતાની સવલતોમાં ઉમેરો કરી રહી છે , અમારી હોસ્પિટલ વિકાસના પંથે આગળ વધતા સુવિધાઓમાં ઉમેરો કરવા સાથે લોકોની વધુ નજીક જઈ તાત્કાલીક અને ઝડપી સારવાર ઉપલબ્ધ કરાવવા પણ કટીબધ્ધ છે . વર્ષોથી લોકોની સેવા કરતાં અમો લોકોની જરૂરીયાત પ્રત્યે સભાન છીએ . 30 બેડથી શરૂ થયેલ  હોસ્પિટલમા હાલ 80 બેડની સુવિધા ઉપલબ્ધ છે . અને હવે કુવાડવા યુનિટમાં 3ર  બેડ સાથે 100 થી વધુ બેડની સુવિધા ગીરીશજ હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે.

હોસ્પિટલમાં આધુનિક સારવાર મળશે: ડો.આનંદ ગુલગુલી

હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો . આનંદ ગુલગુલીએ માહિતી આપતાં જણાવ્યું છે કે ,  ગીરીરાજ હોસ્પિટલ (ર 7 – નવજ્યોત પાર્ક મેઈન રોડ , 150 ફૂટ રીંગ રોડ , રાજકોટ . મો . 97ર 77 99081 ) ખાતે હાલ ક્રિટીકલ કેર , કાર્ડિયાક વિભાગ – કેથ લેબ , ઓર્થો ટ્રોમા , પોલી ટ્રોમા , જોઈન્ટ રીપ્લેસમેન્ટ , ન્યુરો એન્ડ સ્પાઈન સર્જરી , યુરોલોજી , ગેસ્ટ્રોલોજી લગતી તમામ સારવાર ઉપલબ્ધ છે . જેમાં ક્રિટીકલ કેર નિષ્ણાત ડો . મયંક ઠક્કર , ડો . વિશાલ સદાતીયા , ડો . દેવાંગ આંબલીયા , ડો . ભાવિન ડદુ , કાર્ડિયોલોજી વિભાગમાં ઈન્ટરવેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડો . અંકુર ઠુંમર , ડો.મનદીપ ટીલાળા , ઓર્થો અને જોઈન્ટ રીપ્લેશમેન્ટ વિભાગમાં ઓર્થોપેડિક સર્જન ડો . કુપેન ટેઈલર , ડો . પરેશ નાંઢા , ડો . નિશિધ સંઘવી , ન્યુરો અને સ્પાઈન સર્જરી વિભાગમાં ડો . જીગરસિંહ જાડેજા , ડો . કૌમિલ કોઠારી , પલ્મોનોલોજી વિભાગમાં ડો . રાજેશ મોરી , યુરોલોજીસ્ટ ડો . પ્રતિક અમલાણી , એનેસ્થેસીયામાં ડો . પ્રિયાંક ફુલેત્રા સહિત નિષ્ણાત તબીબોની ટીમ કાર્યરત છે . આ ટીમના બહોળા અનુભવનો કુવાડવા યુનિટને પણ લાભ મળશે. કુવાડવા પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે વિશ્વ કક્ષાની સારવાર ઉપલબ્ધ બનશે . અનેક બનાવમાં ઝડપી સારવાર લોકોના જીવ બચાવવામાં નિમિત બનતી હોય છે એવા સમયે અમો કુવાડવા પંથકના લોકોને ઝડપી અને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે નવુયુનિટ શરૂ કરી રહ્યા છીએ .

મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ આજની સમયની જરૂરીયાત

તબીબોની સાથે સાથે દર્દીઓને તેમના રોગ અનુસારની તમામ સુવિધાઓ જ એક જ પ્રાંગણમાં મળી રહે તે માટે ગીરીરાજ હોસ્પિટલ રાજકોટ ખાતે વધુ એક કુવાડવા રોડ ખાતે હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે, જેમાં તમામ પ્રકારની દર્દીને સારવાર મળી રહેશે. જેમાં ઓપીડીમાં ર 00 થી વધુ દર્દીનું ચેકીંગ, 40થી વધુ ઇન્ડોર દર્દીઓ રહી શકશે. દર્દીનો ગોલ્ડન સમય કે જે અકસ્માત કે ઇમરજન્સીમાં તત્કાલ સારવાર મળી રહે તે માટેનું પૂરતું આયોજન કરેલ છે. કુવાડવા, ચોટીલા, થાન પંથકમાં વધુ પડતા ડિલિવરીમાં આઇસીયુની જરૂરીયાત વાળા દર્દી તેમજ પોઇઝનના કેસના દર્દીઓ વધુ પડતા આવતા હોય છે તેમજ હાઇવેના કારણે ટ્રોમાના દર્દીઓ પણ વધુ આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.