Abtak Media Google News

રાજકોટમાં બપોરે વરસેલા અનરાધાર વરસાદમાં જામનગર રોડ પર માસુમ સાથે ફ્સાયેલા માતાને ડ્યુટી પૂરી કરી જતી ટ્રાફ્ટિ પોલીસે જીપમાં બેસાડી વરસાદથી બચાવી ગાંધીગ્રામમાં પોતાના ઘેર હેમખેમ પહોચાડી માનવતાની મહેક ફેલાવી છે.

Download 2

Advertisement

શહેરના જામનગર રોડ પર એરપોર્ટ બગીચા પાસે દંપતી વરસાદથી બચવા પોતાના દોઢ માસના બાળક સાથે છત્રી નીચે આશરો લઇ ઉભું હતું દરમ્યાન ટ્રાફ્ટિ સેક્ટર ૪ના PSI કે જે જલવાણી સહિતનો સ્ટાફ ડ્યુટી પૂરી કરી પરત ઘરે જવા નીકળ્યો હતો ત્યારે આ દંપતીને વરસાદમાં ફ્સાયેલું જોઈ પોલીસ જીપ પરત તેમના તરફ ફેરવી પૂછતાં લાખના બંગલા પાસે રહેતા હોવાનું જણાવતા ઘરે જવાનું ટાળી દોઢ માસના માસુમ બાળક અને તેની માતા બંનેને ચાલુ વરસાદે પોલીસ વેનમાં બેસાડી હેમખેમ તેમના ઘરે પહોચાડ્યા હતા સરકારી નોકરી પૂરી થયા બાદ પોલીસે માતા-પુત્રને ઘરે પહોચાડી સરાહનીય કામગીરી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.