Abtak Media Google News

એન.એસ.યુ. આઇના રાજય પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની નિમણુંક ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લેતા પ્રમુખ કાર્યકરો

ઓલ ઇન્ડિયા નેશનલ સ્ટુડન્ટ ઓફ ઇન્ડિયા એ કોંગ્રેસની એક વિઘાર્થી પાંખ છે. જેના દ્વારા ગત તા. 11 જુનના રોજ ગુજરાત રાજયના પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની નિમણુંક કરવામાં આવી હતી. આજરોજ પ્રમુખ અને કાર્યકરોએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

ગુજરાત રાજયમાં 2017ની ચુંટણી પ્રક્રિયા નરેન્દ્ર સોલંકી રાજકોટ ઉપપ્રમુખ તરીકે ચુંટાયા હતા. ત્યારબાદ વિઘાર્થીના નિરાકરણની પ્રાથમિક ફરજ સમજી સૌરાષ્ટ્રના અનેક વિઘાર્થીઓનો અવાજ બની તેમના પ્રશ્ર્ને વાચા આપી જેની નોંધ પ્રદેશ એન.એસ.યુ.આઇ. નેતૃત્વ દ્વારા લેવાતા 2019માં મને રાજકોટ શહેર એન.એસ.યુ.આઇ. પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

ગત તારીખ બીજી જુલાઇના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, અમદાવાદ ખાતે એન.એસ.યુ.આઇ. દ્વારા આયોજીત પદગ્રહણ સમારોહમાં ગુજરાતના તમામ જીલ્લાઓમાંથી અંદાજીત સાતથી આઠ હજાર વિઘાર્થીઓ ઉમટી પડયા હતા. આ પદગ્રહણ સમારોહ કાર્યક્રમમાં છેલ્લા અમુક મહિનાથી ગુજરાતમાં કરોડો રૂપિયાનુંં ડ્રગ્સ પકડાયું છે જેના ભાગે ગુજરાત ઉડતા ગુજરાત ન બને તે માટે અને ગુજરાતના વિઘાર્થીઓને વ્યસન ના દુષણમાંથી બચાવવા માટે પ્રદેશ એન.એસ.યુ. આઇ. દ્વારા નો ડ્રગ્સ  કેમ્પઇન લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં ગુજરાતમાં શિક્ષણ માફીયાઓ દ્વારા જે શિક્ષણનો કાળો વેપાર કરવામાં આવી રહ્યો છે તે બંધ કરવા બાબતે અને સમગ્ર ગુજરાતમાં એન.એસ.યુ.આઇ. નું સંગઠન વધુ મજબુત કરવામાં બાબતે તમામ શહેરો અને જીલ્લાઓમાં વિઘાર્થીઓ તેમજ યુવાઓ કોંગ્રેસની વિચારધારાઓ સાથે જોડાય તે બાબતે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. આ બાબતે મુકેશભાઇ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, મુકુંદ ટાંક, હરપાલસિંહ જાડેજા, અલ્પેશ સાધરીયા, નીતીન ભંડેરીએ ‘અબતક’ મીડીયાની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.