Abtak Media Google News

 સીએસઆર ફંડ અને ગૌચર દબાણ મુદ્દે જીલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત

રાજુલા સ્થિત પીપાવા પોટમાં સીએસઆર ફંડમાં ગોટાળા અને પીપાવાવ પોટ દ્વારા ગૌચરના દબાણ ના મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે. શ્રી ભીખાભાઈ નકુમ દ્વારા એવું જણાવેલ છે કે, પીપાવાવ પોર્ટ દ્વારા ગૌચર જમીનમાં 67 હેક્ટર જમીનમાં દબાણ કરીને પશુધનને નુકસાન થાય તેવું કૃત્ય કરેલ છે. તેમજ કંપની દ્વારા વાપરવાનું થતું સીએસઆર ફંડ મુદ્દે પણ ખૂબ જ ગોટાળા હોવાનું જણાવેલ છે. તેઓ વધુમાં જણાવેલ છે કે,

શિક્ષણ નું કાર્ય માત્ર બતાવી ને જ્ઞાન જ્યોત શબ્દ વાપરીને ઉલ્લેખ કર્યા વગર સ્કૂલોનું રીનોવેશન બતાવે છે , પરંતુ એક પણ સ્કુલનું નામ લખ્યું નથી , અને શાળાઓને ડીજીટલ બતાવેલ છે . પરંતુ એકપણ શાળામાં કામ થયેલ નથી . ઈજછ ફંડ 26 ગામની શાળાનો વિકાસ બતાવ્યા છે . તેમાં કોઈ શાળાનો વિકાસ થયેલ નથી અને આધુનિકતા ની વ્યવસ્થા ઓ ઓનપેપર કરેલ છે , જે કોઇપણ કાર્ય થયેલ નથી અને શિક્ષણ ફંડ વર્ષ 2020-2021 માં સી.એસ.આર. ફંડ રૂપિયા – 1,05,30,000 / – ( એક કરોડ પાંચ લાખ ત્રીસ હજાર પુરા ) વપરાયા છે તેવું ખોટું સરવૈયું બતાવે છે.  આરોગ્ય અને પર્યાવરણ આંખની તપાસણી નિદાન કેમ્પ માત્ર થોડા ગામોમાં કરેલ છે . પરંતુ ખર્ચ ને બતાવવા માટે 70 ગામો માં આંખના કેમ્પો કર્યા છે .

ક્યાં ગામમાં કઈ તારીખે કેટલા દર્દીઓ અને ક દવાનો લાભ મળ્યો વગેરે એકપણ વિગત નથી માત્ર 70 ગામોમાં કાર્ય બતાવ્યું છે , આ કંપની 3 એમ્બ્યુલન્સ બતાવે છે . એ પણ ખોટું છે . એમાં એક એમ્બ્યુલન્સ કાર્યરત હોય છે .  માત્ર આંકડાકીય ખર્ચ કરી ને ખોટુંકામ બતાવે છે તેમજ કંપની દ્વારા ચેરના વૃક્ષોનું નિકંદન કાઢી નાખેલ છે તેમજ દરિયાઈ પાડા ને પણ મોટું નુકસાન કરેલ છે.

ચેકડેમ કઈ એજન્સીએ બનાવ્યા તેવો કોઈ પ્રકારનો ઉલ્લેખ કરેલ નથી જો આની રૂબરૂ સ્થળ તપાસ થાય તો ઈછજ ફંડમાં થી બનાવેલ કાર્યો નથી . તે પણ સાબિત થાય . માત્ર ફંડનો દૂર ઉપયોગ કરી વિકાસનો વિનાશ કરતી કંપનીઓના ખોટા આંકડાઓ સામે આવે છે . કિચન ગાર્ડન માત્ર ને માત્ર બનાવે છે કે કિચન ગાર્ડનમાં સહાય આપીએ છીએ પરંતુ એક પણ લાભાર્થીઓની વિગત નથી .

કયા પ્રકારની મદદ કરી એમનું શું પરિણામ આવ્યું . તેવી કોઈપણ વિગત વગર પાયાવિહોણી આંકડાકીય રકમ બતાવે છે .  મહિલા સશક્તિકરણ અને કૌશલ્પકારી , આ મુદા ઉપર કંપની દ્વારા 300 ગામો માં તાલીમ નો વર્ગ અને અન્ય મહિલા ઓને પ્રોત્સાહન મળે તેવી કામગીરી નો કેમ્પ કર્યો છે . પરંતુ કોઈપણ કામગીરીના લાભાર્થીઓના નામ , સરનામાં કે સ્થળ , કોઈપણ વિષયના તજજ્ઞો અંગે માહિતી આપેલ નથી . યુવાનોને તાલીમનાં વર્ગો ક્યા કર્યા તે પણ પૂરતી વિગત નથી અને કયા ગામમાં તાલીમના કેમ્પ થયા .

કયા લાભાર્થી ને લાભ મળ્યો અને કેટલી સહાય કરી સાધનિક અથવા આર્થિક બાબતે ખોટું બતાવીને આંકડા બતાવ્યા છે . આ ફંડ ઉપર ઈજછ -ફંડ માંથી રૂપિયા 52,00,000 / – ( બાવન લાખ પુરા ) જેવી માતબર રકમ બતાવેલ છે .  સામાજિક અને આર્થિક વિકાસ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચર , હરિયાળી ખેતી માટે ખેડૂતોને ઉજાગર કરવાના કાર્યક્રમોમાં 45 જેટલા ગામોમાં કાર્યરત જણાવે છે પરંતુ કયા ગામમાં , કયા ખેડૂતને ખેતીલક્ષી માર્ગદર્શન આપ્યું અને કયા સાધનની સહાય કરી એ વિગત દર્શાવેલ નથી . સાગર ખેડુતરીકે ત્રણ ગામનાં ખેડૂતોને ઉપયોગી થાય છે તેવું બતાવે છે પરંતુ શું સહાય પૂરી પાડી અને કઈ પ્રકારની માર્ગદર્શન મીટીગો અને કાર્યક્રમો કર્યા અને કેટલો ખર્ચ કર્યો એ વિગત પણ દર્શાવેલ નથી. સલામત પીવાનાપાણી ની વ્યવસ્થા 12 ગામમાં આર.ઓ. પ્લાન્ટ ની વ્યવસ્થા કરી છે.તેમાં અઝખ મારફતે પાણી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરેલ તેમ બતાવે છે .

આ વ્યવસ્થા અને તેની જાળવણી ખર્ચ બતાવેલ છે . અને હાલની સ્થિતિ એ આ આર.ઓ. મશીન બંધ હાલતમાં છે , જેની કોઈ દેખભાળ થતી નથી . પશુ ઉદય – લાઈવ સ્ટોક વિકાસ કાર્ય ગામડાઓમાં પશુધન માટે વિકાસ કાર્યો બતાવે છે .

અને પશુ આરોગ્ય સારવાર અને પશુ બ્રીડ ના કાર્યો થાય છે તેવો ઉલ્લેખ કરી માત્ર ગામડાઓની સંખ્યા બતાવે છે કોઈપણ પ્રકારના લાભાર્થી વિશે થયેલ કામો સ્પષ્ટ થતા નથી . આ હેડ ના કાર્યોમાં બતાવેલ ખર્ચ રૂપિયા 2,55,40000 / – ( બે કરોડ પંચાવન લાખ ચાલીસ હજાર પુરા ) નો ખર્ચ બતાવે છે .  હેડ નંબર : 5 આપતી રાહત અને વ્યવસ્થાપન કાર્યક્રમ આ હેડમાં કોઈપણ પ્રકારની કામગીરી બતાવ્યા વગર રૂપિયા 47,10000 / – ( સુડતાલીસ લાખ દસ હજાર પુરા ) નો ખર્ચ બતાવેલ છે . આમ કંપની દ્વારા કરોડો રૂપિયાનું સીએસઆર ફંડ નું ગોટાળો કરેલ હોવાનું જાણવા મળી રહેલ છે.

આ અંગે ની માહિતી ગાંધીનગર સ્થિત સીએસઆર કમિટી પાસે માગેલ હોવા છતાં આવી માહિતી સીએસઆર કમિટી પાસે પણ ઉપલબ્ધ નહીં હોવાનું તેમજ કંપની રજીસ્ટર દ્વારા પણ આવી માહિતી ઉપલબ્ધ નહીં હોવાનું ભેરાઈના જાગૃત નાગરિક ચેતન વ્યાસ દ્વારા જણાવવામાં આવેલ છે.

પીપાવા પોટ કંપની દ્વારા રામપરા 2 ગામની ગૌચરની જમીન ઉપર લગભગ 67 હેક્ટર જેટલી જમીન ઉપર દબાણ કરેલ છે. અને આ દબાણ લીગલાઈજ કરવા માટે કંપની દ્વારા ખોટા હક્કંડા અપનાવીને ખોટી રીતે સમાધાન કરેલ હોવાનું પણ જાણવા મળેલ છે.

હિન્દુઓની અને ગાયોની રક્ષા કરવાના વાયદાઓ કરતી આ સરકાર દ્વારા કંપની દ્વારા કરેલ ગૌચર નું દબાણ દબાણ હટાવે તેવી પણ માંગ ઉઠેલ છે. ગરીબો નું નાનું એવું દબાણ દૂર કરવામાં પાવરધી સરકાર દ્વારા કંપનીઓનું દબાણ શા માટે દૂર કરતી નથી તેઓ વેદક સવાલ પણ લોકોમાંથી ઊઠી રહેલ છે. આવડી મોટી કંપની સામે મેદાને પડેલા પીઠા ભાઈ નકુમને લોકો બિરદાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.