Abtak Media Google News
નર્સિંગ સ્ટાફની વીજળીક હડતાલ: ડીવાયએસપી અને સુપ્રિન્ટેન્ડન્ટના સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢમાં ગઈકાલે રવિવારે ચાદર આપવા જેવી નજીક બાબતે દર્દીઓની જિંદગી બચાવવા હંમેશા કાર્ય રહેતા નર્સિંગ સ્ટાફ ઉપર કાતર વડે હુમલો કરીને નાક અને આંગળામાં ઇજા કરી દેતા નર્સિંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી ગયો હતો. જો કે ડીવાયએસપી, સિવિલ સુપ્રીટેન્ડન્ટ એ સમજાવટથી મામલો થાળી પડ્યો હતો. પરંતુ નર્સિંગ સ્ટાફ સાથે વારંવાર થતા ગેરવર્તણૂકથી નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે આજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગઈકાલે રવિવારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રાહીલ રિઝવાનભાઈ નાગોરી પોતાની ફરજ પર હતા ત્યારે શનિવારે રાત્રિના હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીના સગાઓએ ચાદર મુદ્દે નર્સિંગ સ્ટાફ સાથે માથાકૂટ અને ગાળાગાળી શરૂ કર્યા બાદ કાતર વડે હુમલો કર્યો હતો. જો કે, હુમલા વખતે પટાવાળાએ કાતર ખેંચી લીધી હતી. પરંતુ બાદમાં હોસ્પિટલના કર્મીને વાળ પકડી ઢસડી લઈ જઈ, 10 મિનિટ સુધી મુંઢ માર માર્યો હતો. હોસ્પિટલ કર્મીને નાક અને આંગળીમાં ઇજા કરી દીધી હતી. જે અંગે રાહીલ રિઝવાન નાગોરીએ અફઝલ કાળાભાઈ સીડા સહિતનાઓ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

રવિવારે બનેલ આ બનાવ બાદ નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને કામગીરી ઠપ્પ કરી દેવામાં આવી હતી. જો કે આ બાબતની જાણ થતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ નયનાબેન લકુમે સમજાવટથી મામલો થાળી પાડ્યો હતો અને હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ફરજ પર લાગી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.