Abtak Media Google News

સુરતના એક કરોડપતિની દીકરી સાથે પ્રેમ થતા જુનાગઢના એક મજૂર યુવકે યુવતીને ભગાડી લગ્ન તો કરી લીધા પરંતુ બાદમાં બંને પરિવારો વચ્ચે માથાકૂટ થતાં અને આર્થિક રીતે અંતર હોવાથી સજોડું કજોડું બની શકે તેવું યુવક – યુવતીને ભાન થતાં પોલીસની દરમિયાનગીરીથી પરણિત પ્રેમી યુગલના છૂટાછેડા થયા હોવાનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે.

સુરત ખાતે નોકરી દરમ્યાન કરોડપતિ શેઠની પુત્રી સાથે આંખ મળી જતા ભાગીને લગ્ન કર્યા: પોલીસની હકારાત્મક અભિગમથી બન્નેના રાજીખુશી છુટાછેડા થયા

જુનાગઢ શહેરમાં રહેતા એક મજૂર પરિવારનો દીકરો સુરત ખાતે નોકરી કરવા ગયો હતો. ત્યારે તેના કરોડપતિ શેઠની દીકરી સાથે આંખ મળી ગઈ હતી. અને બાદમાં બંને ભાગીને જુનાગઢ આવી લગ્ન કરી લીધા હતા. જેની જાણ યુવકના પિતાને થતા યુવકના પિતાએ પોતાના દીકરાને ખૂબ સમજાવ્યો હતો પરંતુ યુવક અને યુવતી માનતા ન હતા અને દવા પી જવાની ધમકી આપતા હતા. તે દરમિયાન સુરતના કરોડપતિ પરિવાર તરફથી પણ દબાણ આવવાનું શરૂ થવા પામ્યું હતું.

જો કે યુવકના પિતાને સદબુદ્ધિ સુજી હતી અને તેઓએ પોતાના દીકરા સાથે જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ને રૂબરૂ મળી તમામ હકીકતમાં જણાવતા ડીવાયએસપી. જાડેજાએ એલસીબીી. ને આ પ્રકરણ ઉકલવા સૂચના અને માર્ગદર્શન આપતા  ટિમ એ બંને પક્ષોને રૂબરૂ બોલાવી, અપરિપકવ નિર્ણયથી જિંદગી બરબાદ ન કરાય અને આર્થિક રીતે અંતર છે

ત્યારે  સજોડુ ક્યાાંરેક કજોડુ  બની જશે તો જિંદગી ધૂણ જાણી થઈ જશે તેમ સમજાવવાની સાથે પોલીસની ભાષામાં પણ સમજાવતા બંનેે પક્ષો રાજી ખુશીથી છૂટાછેડાા આપવા તૈયાર થતા નોટરી દ્વારા લખાણા તૈયાર કરી બંને યુવક યુવતી હોય એ છૂટાછેડા કરી લીધાા હતા.

આમ યુવક યુવતી વચ્ચે આર્થિક રીતે કરોડો રૂપિયાનું અંતર હોવા છતાં કરી લીધેલા પ્રેમલગ્ન બાદ પરણીત પ્રેમી યુગલને આ પરિપક્વ નિર્ણયની સમજણ થતાં  પોલીસના હકારાત્મક અભિગમથી રાધે ખુશીથી છૂટાછેડા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.