Abtak Media Google News

કેરાલામાં ચાલતા લવ જેહાદની ઘટના આધારિત ફિલ્મ ધ કેરાલા સ્ટોરી ને ગુજરાતમાં  કરમુક્ત કરવા માટે જૂનાગઢના ધારાસભ્ય એ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી ભલામણ કરી છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, ધ કેરેલા સ્ટોરી ફિલ્મ રિલીઝ થઈ છે. જે કેરેલામાં ચાલતા લવ જેહાદની ઘટના પર આધારિત આ મુવી બનેલ છે. ઘણી વખત લવ જેહાદ જેવા બનાવો સમાજમાં બનતા રહે છે. જે બાબતને આ ફિલ્મમાં અદભુત રીતે વાર્તાના સ્વરૂપે આવરીને સમાજને બતાવવા લાયક મુવી બનાવવામાં આવી છે.

ખાસ કરીને કુંમળી વયની, મુક્ત દીકરીઓને બ્રેઇન વોશ કરીને એનકેન પ્રકારે ભોળવી, આવા તત્વો દ્વારા ફસાવવામાં આવી રહી છે. એવી પરિસ્થિતિમાં દીકરીઓને બચાવવી ખૂબ જરૂરી છે. અને તેથી જો આ સ્ટોરી બતાવવામાં આવે તો આ ઘટનાઓથી આજની દીકરીઓ વાકેફ થાય તો સરકારના આવા પ્રયાસથી ઘણી દીકરીઓને ફસાતી બચાવી શકાય.

તેથી સમાજના લોકોને આ ફિલ્મમાં બતાવી ખૂબ જ જરૂરી હોય, ગુજરાતના લોકો વધારે પ્રમાણમાં આ ફિલ્મ જોઈ શકે અને ભવિષ્યમાં આવા બનાવો કયારેય ન બને એના માટે ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરીને લોકો આ ફિલ્મમાં જોવા પ્રેરાય તેવી માંગ સાથે ધ કેરાલા સ્ટોરી ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા પત્રના અંતમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા એ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.