જુનાગઢના મધ્ય વિસ્તારમાંથી ગઇ કાલે મોડી રાત્રીના ૧૮૧ ટીમને એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જાણ કરવામાં આવી હતી કે રસ્તા ઉપર કોઈ અજાણી છોકરી બેસેલી હોય જેથી તે ક્યાંથી અને કેવી રીતે અહીંયા આવેલી છે માટે તે જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ ટીમને જાણકારી મદદ માંગી હતી.

ત્યાંરે ૧૮૧ અભયમ ફરજ પરના કર્મચારી તન્વીકા પરમાર પોલીસ કોન્સ્ટેબલ ઉજાલાબેન ખાણીયા અને પાયલોટ ભાઈ રાહુલભાઈ ખાવડુ તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી બેન સાથે વાતચીત કરી કાઉન્સિલિંગ કરી સગીરા સાથે વાત જાણવા મળી હતી કે તેઓ તેમના પ્રેમીને મળવા માટે ઘરેથી માતા-પિતાની જાણ વગર નીકળી ગયેલા હોય અને રસ્તા ઉપર આવી બેસી ગયા હતા.

તેમજ તેઓ તેમના પ્રેમીને ફોન કરતા હોય પણ ત્યારે તેમના પ્રેમીઓ ફોન બંધ આવતો હોય જેથી સગીરાને આગળ કશું ન સુજતા તેઓ કોઈ સૂન શાન જગ્યા ઉપર આવી અને બેસી ગયા છે જે માટે અભયમ ટીમના કાઉન્સેલરે કાઉન્સલિંગ કરી તેમને સમજાવ્યું હતું કે આવી રીતે અડધી રાતે ઘરની બહાર નીકળવું સુરક્ષિત નથી તેમજ માતા પિતા સાથે સંપર્ક કરી દીકરીનું તેમના માતા પિતા સાથે પૂનમ મિલન કરાવ્યું હતું. હાલ દીકરીને સેફ માતા-પિતાને સોંપી અભયમ ટીમે સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.